21 દિવસમાં 67 હજાર એક્ટિવ કેસ ઘટ્યા, ગતિ આ જ રહી તો માર્ચના અંત સુધીમાં સ્થિતિ નોર્મલ થઈ શકે છે .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-22 13:17:23
  • Views : 219
  • Modified Date : 2021-01-22 13:17:23

    દેશમાં કોરોનાના એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. ગુરુવારે 14,472 નવા સંક્રમિત મળ્યા, 17,726 સાજા થયા અને 161નાં મોત થયાં છે. એક્ટિવ કેસમાં 3420નો ઘટાડો નોંધાયો છે. આ મહિને 21 દિવસમાં 66,873 એક્ટિવ કેસ, એટલે કે દરેક દિવસે સરેરાશ 3,184 દર્દી ઘટ્યા છે. હાલ 1.85 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે. દર્દીઓ આ ગતિથી ઘટ્યા તો 58 દિવસમાં સ્થિતિ નોર્મલ થઈ શકે છે.દેશમાં અત્યારસુધીમાં 1.06 કરોડ કેસ આવી ચૂક્યા છે. એમાંથી 1.02 કરોડ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.53 લાખ દર્દીએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.

    તામિલનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ નેતા જયલલિતાનાં ખાસ ગણાતાં શશિકલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પહેલાં તેઓ બેંગલુરુની બોરિંગ હોસ્પિટલમાં દાખલ હતાં. તબિયત વધુ બગડવા પર તેમને વિક્ટોરિયા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આવકથી વધુ સંપત્તિના મામલામાં શશિકલા બેંગલુરુની પરાપ્પના અગ્રહારા જેલમાં છે.કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા ગુરુવારે 20 લાખને વટાવી ગઈ છે. એ સંખ્યામાં વિશ્વના 10માં સૌથી વધુ પ્રભાવિત દેશ જર્મનીના સંક્રમિતોથી એક લાખથી થોડી ઓછી છે. જર્મનીમાં અત્યારસુધીમાં 21.09 લાખ કેસ આવ્યા છે.

Download Our B K News Today App



Related News