ડીસા તાલુકાના દશાનાવાસ ખાતે ચુડેલ માતાજી નો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-28 12:24:17
  • Views : 257
  • Modified Date : 2022-04-28 12:24:17

ડીસા તાલુકાના દશાનાવાસ ખાતે ચુડેલ માતાજી નો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

 

ડીસા તાલુકાના દશાનાવાસ ખાતે ચુડેલ માતાજી નો ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં ડીસા તાલુકામાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

હિન્દુ ધર્મમાં ભક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે જે ખાસ કરીને હિંદુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં એક અનેરી આસ્થા રાખતા હોય છે જે અંતર્ગત દર વર્ષે હિન્દુ ધર્મના લોકો દ્વારા અનેક દેવી-દેવતાઓની પ્રતિષ્ઠા કરી સ્થાપના કરવામાં આવતી હોય છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના દશાનાવાસ ગામ ખાતે પણ ત્રિદિવસીય ચુડેલ માતાના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો હતો આ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલા તમામ મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ડીસા તાલુકાના ભડથ ગામના બાદલ તરફથી એક લાખ અગિયાર હજાર એક સો એક રૂપિયા નું મંદિર બનાવવા માટે ફાળો આપવામાં આવ્યો હતો આજે યોજાયેલા આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ડીસા તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાવિક ભકતો ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

Download Our B K News Today App



Related News