શિયાળુ પાક લેવા નર્મદા કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-20 18:17:51
  • Views : 385
  • Modified Date : 2019-11-20 18:17:51

વઢિયાર પંથકના શંખેશ્વર તાલુકામાં દિવાળી પૂર્ણ થયાને 20 દિવસ થઈ જવાથી ખેડૂતો શિયાળુ પાક જીરાનું વાવેતરની તૈયારી કરી નાખી છે. ત્યારે નર્મદની કેનાલમાં પાણી છોડવા તેમજ રાજપુરા બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી સિપર માઇનોર તેમજ ફતેગંજ ડિસ્ટ્રિબ્યુટરી સુધીની તૂટી ગયેલ કેનાલના રિપેરિંગ તથા સફાઈ કરવામાં આવે તેવી ખેડૂતો ઉગ્ર માંગ કરી છે.તેવામાં વઢિયાર પંથકમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિથી તાલુકાના ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ વિસ્તારના સોનાની લગડી ગણાતા શિયાળુ જીરાના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી તેમજ અતિવૃષ્ટિથી તૂટી ગયેલ કેનાલ રિપેરિંગ કરવામાં આવી નથી ત્યારે કેનાલ રિપેરિંગ કરવામાં આવે અને પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની ઉગ્ર માંગ થઈ છે.આમ રાજપુરા બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી સિપર માઇનોર તેમજ ફતેગંજ ડિસ્ટ્રિબ્યુટરી સુધીની તૂટી ગયેલ કેનાલના રિપેરિંગ તથા સફાઈ કરવામાં આવે આમ અધિકારીઓની મિલીભગતના કારણે કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.આમ મૌખિક રજુઆત કરવા છતાંય કોઈ કામગીરી થતી નથી અને પાણી છોડાતા નથી.તેથી ખેડૂતો પાયમાલ થઈ જશે તેવુ ખેડુત જીવાભાઈ ખેરે જણાવ્યુ હતુ.

Download Our B K News Today App



Related News