શિયાળુ સત્ર 18મી નવેમ્બરથી 13મી ડિસેમ્બર સુધી ચાલશે, કોર્પોરેટ ટેક્સ ઘટાડવા સહિત અનેક બિલ પર ચર્ચા શક્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 15:13:44
  • Views : 371
  • Modified Date : 2019-10-21 15:13:44

સંસદનું શિયાળુ સત્ર 18મી નવેમ્બરથી 13મી ડિસેમ્બર સુધી ચાલશે. કેન્દ્ર સરકારે સોમવારના રોજ આ અંગે લોકસભા અને રાજ્યસભાના સચિવોને માહિતી આપી હતી. આ અગાઉ મીડિયા અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો (17મી નવેમ્બર સુધી શક્ય) આવ્યા બાદ સંસદનું હવે પછીનું સત્ર શરૂ થશે. ગત વર્ષ શિયાળુ સત્ર 21મી નવેમ્બરના રોજ શરૂ થયું હતું અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી જારી રહ્યું હતું.બે મહત્વના અધ્યાદેશ પસાર કરવા તે સરકારની પ્રાથમિકતા આ સત્રમાં મોદી સરકાર બે મહત્વના અધ્યાદેશને કાયદાનું સ્વરૂપ આપવા કામ કરી રહી છે. એક અધ્યાદેશ સપ્ટેમ્બરમાં આયકર અધિનિયમ, 1961 અને નાણાં અધિનિયમ, 2019 માં સુધારા કરવા માટે જારી કરાયા હતા. સરકારે અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે નવા અને ઘરેલુ નિર્માણ યુનિટો માટે કોર્પોરેટ ટેક્સના દરને ઓછા કર્યા છે. સપ્ટેમ્બરમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધને લગતો બીજો અધ્યાદેશ જારી કર્યો હતો.

Download Our B K News Today App



Related News