બ્રિટિશ પોલીસે વિકિલીક્સના સ્થાપક જૂલિયન અસાંજની કરી ધરપકડ

  • Published By :
  • Published Date : 2019-04-11 12:52:32
  • Views : 462
  • Modified Date : 2019-04-11 12:52:32

બ્રિટિશ પોલીસે વિકિલીક્સના સ્થાપક જૂલિયન અસાંજની કરી ધરપકડ

બ્રિટિશ પોલીસે વિકિલીક્સ ફાઉન્ડર જૂલિયન અસાંજની ધરપકડ કરી લીધી છે. અસાંજ પર બળાત્કારનો આરોપ છે. બ્રિટનની પોલીસે તેની ઇક્વાડોરની એમ્બેસીથી ધરપકડ કરી. જૂલિયન અસાંજને હાલ સેન્ટ્રલ લંડન પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે, જ્યાંથી તેમને ટૂંક સમયમાં વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

એક વીડિયોમાં જૂલિયન અસાંજને ધરપકડનો વિરોધ કરતો જોઈ શકાય છે. જે સમયે પોલીસના જવાન અસાંજને બળજબરીથી એમ્બેસીની બહાર લઈને જતા હતા ત્યારે તે વિરોધ કરી રહ્યો હતો.

જામીન શરતોના ઉલ્લંઘન માટે બ્રિટનની પોલીસે 47 વર્ષીય વિકિલીક્સ ફાઉન્ડરની તલાશ હતી. પોલીસનું કહેવું છે કે અસાંજ કોર્ટમાં રજૂ ન થતાં તેની ધરપકડ કરવામાં આવી છે. અસાંજ રેપના કેસમાં સ્વીડન પ્રત્યર્પિત થવાથી બચવા માટે ઇક્વાડોરની એમ્બેસીમાં શરણ લીધી હતી.

2010માં સ્વીડને યૌન ઉત્પીડન અને રેપના મામલામાં અસાંજની વિરુદ્ધ ઇન્ટરનેશનલ અરેસ્ટ વોરન્ટ જાહેર કર્યું હતું. જોકે, અસાંજ આરોપોનો ઇન્કાર કરી દીધો હતો. અસાંજેનું કહેવું હતું કે સીક્રેટ ડોક્યુમેન્ટ્સ પબ્લિશ કરવાના કારણે તેને સ્વીડનથી અમેરિકા પ્રત્યર્પિત કરવામાં આવશે.

અસાંજ 2012માં બ્રિટન પોલીસ સમક્ષ સમર્પણ કર્યું હતું, પરંતુ 10 દિવસની અંદર તેને જામીન મળી ગયા હતા. બાદમાં તેને ઇક્વાડોરની એમ્બેસીમાં રહેવાની મંજૂરી મળી ગઈ હતી.

Download Our B K News Today App



Related News