પત્ની પુત્રીને લઈ પિયર ચાલી ગઈ, મોત બાદ માતાનું શું એવા વિચારથી પુત્રે એક જ હુંક સાથે એક સાથે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 13:08:46
  • Views : 299
  • Modified Date : 2021-01-06 13:08:46

    સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં માતા-પુત્રએ એક સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બેંક લોનમાં ફસાઈ જતાં હતાશ થયેલા પુત્રએ માતા સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. 15 દિવસ પહેલાં જ પત્ની પુત્રીને લઈને પિયર ચાલી ગઈ હતી. જેથી આપઘાત કરનાર પુત્ર મહર્ષિએ મોત બાદ માતાનું શું એવા વિચારથી સાથે આપઘાત કર્યો હતો.


    પીપલોદ મિલાનો હાઈટ્સમાં રહેતા અને ઓનલાઈન પે એપ્લિકેશન કંપનીમાં નોકરી કરતા મહર્ષિ પરેશભાઈ પારેખ(37)નું પોતાનું મકાન બાલાજી રોડ ખાતે હોવા છતાં પીપલોદમાં ભાડાના મકાનમાં રહેતા હતા. સોમવારે બપોરે કોઈક સમયે મહર્ષિ અને માતા ભારતીબેને ઘરમાં ફાંસો ખાધો હતો. બે-ત્રણ દિવસથી અંગત મિત્ર સમક્ષ આપઘાતની વાતો કરતો હોવાથી સોમવારે સાંજે ફોન ન ઉપાડતાં મિત્ર ઘરે દોડી ગયો હતો, જ્યાં ફ્લેટનો દરવાજો તોડી અંદર જોતાં માતા-પુત્ર એક જ હુંક સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં હતાં.


    માતા-પુત્રના આપઘાતની ઘટનાની જાણ થતા ઉમરા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને સુસાઈડ નોટ મળી હતી. એમાં લોનમાં ફસાઈ ગયા હોવાથી આપઘાતનું પગલું ભરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. બનાવ સંદર્ભે ઉમરા પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.મહર્ષિએ લખેલી સુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે, પોતાનું ઘર હોવા છતાં ભાડાના ઘરમાં રહું છું અને લોનમાં ફસાઈ ગયો છું, જેને કારણે આ પગલું ભરું છું. આના માટે હું જ જવાબદાર છું. કોઈની પૂછપરછ કરવી નહીં, મારો વાંક છે પણ મને બદનામ નહીં કરતા.

    મહર્ષિના પહેલા લગ્નમાં છૂટાછેડા થયા બાદ બીજા લગ્ન કર્યા હતા અને બીજા લગ્નજીવન દરમિયાન એક પુત્રી પણ છે. મહર્ષિ પત્નીને બોલાવતો હતો, પરંતુ તે પિયરથી આવતી ન હતી અને બધું પતાવી દે પછી આવીશ એવું કહેતી હતી.



Download Our B K News Today App



Related News