અંકલેશ્વરમાં પહેલા બોથડ પદાર્થના ઘા મારી પત્નીની હત્યા કરી પછી લોહીથી લથબથ પત્નીના મૃતદેહ પાસે પતિએ ગળાફાંસો ખાધો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-04 15:36:07
  • Views : 301
  • Modified Date : 2021-04-04 15:36:07

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એક હૃદયકંપાવી દે તેવી ઘટના બની છે. કાગદીવાડ વિસ્તારમાં એક ઘરમાંથી પત્નીનો હત્યા કરાયેલો અને પતિનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર પતિએ પહેલા બોથડ પદાર્થના ઘા મારી પત્નીની હત્યા કરી હતી અને બાદમાં પત્નીના લોહીથી લથબથ મૃતદેહ પાસે ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર શહેરના કાગદીવાડ વિસ્તારમાં રહેતા હબીબુલ રહેમાન કાગજીનું આજ વિસ્તારમાં જ રહેતી શાહીન સાથે લગ્ન થયા હતા. બંનેને લગ્ન જીવનમાં ચાર સંતાનોનું સુખ પ્રાપ્ત થયું છે. ગતરોજ બંને પતિ-પત્ની પોતાના ઘરે હતા. તે દરમિયાન આજરોજ સવારે શાહીન હબીબુલ કાગજીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

    બનાવ અંગે સ્થાનિકોએ મૃતક મહિલાના ભાઈ ગુલામ મહમદને જાણ કરી હતી. તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા મૃતક મહિલાના ઘરના ઉપરના માળે તેઓના પતિ હબીબુલ રહેમાન કાગજીનો શરીરે ઇજા પહોંચેલી હાલતમાં ગળે ફાંસો ખાધેલ મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં શહેર પોલીસે હત્યા અને આત્મહત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે હત્યા બાદ આત્મહત્યા કરવાનું કારણ હાલ અંકબંધ છે.

Download Our B K News Today App



Related News