દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદને કારણે ખેડૂતોમાં વ્યાપી ચિંતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-25 15:34:53
  • Views : 117
  • Modified Date : 2023-07-25 15:34:53

 દેવભૂમિ દ્વારકાના ભોગાત લાંબા વિસ્તારમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. મેઘમહેર બાદ ઠેર ઠેર પાણી ભરાયા હતા. પૂરના કારણે લાંબા ગામની ફરતે પાણી ફરી વળ્યા છે. તો અનેક રસ્તાઓ ધોવાયા છે. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેતરોમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયા છે. ખેડૂતોનું કહેવું છે કે જો હજુ વધુ વરસાદ પડશે તો પાકને નુકસાનની ભીતિ છે.તો બીજી તરફ વરસાદના પાણી કુંરગા જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે રસ્તાની હાલત અતિ દયનિય બની છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કરોડોના ખર્ચે બનાવેલ રસ્તા પર તિરાડો પડી ગઈ છે. તો અમુક ભાગ તૂડી પડ્યો છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Download Our B K News Today App



Related News