કોંગ્રેસ ધારાસભ્યોમાં કેમ છે નારાજગી?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-21 16:33:58
  • Views : 81
  • Modified Date : 2023-12-21 16:33:58

કોંગ્રેસ MLA કિરીટ પટેલની નારાજગી મામલે અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. અમિત ચાવડાએ કહ્યું કે, કિરીટ પટેલ સાથે મારે વાતચીત થઈ છે. થોડા દિવસોમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે અને સંગઠનના પ્રશ્નોને લઈ અમે બેઠકમાં ચર્ચા કરીશું. આ સાથે ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલના રાજીનામા મુદ્દે અમિત ચાવડાએ કહ્યું કે, વિધાનસભામાં 156 બેઠક જીત્યા બાદ પણ ભાજપમાં અસંતોષ છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગીની વચ્ચે હવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે, થોડા દિવસોમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે. આ સાથે કહ્યું કે આ બેઠકમાં સંગઠનના પ્રશ્નોને લઈ અમે બેઠકમાં ચર્ચા કરીશું. આ તરફ ચિરાગ પટેલના રાજીનામાં અંગે કહ્યું કે, જ્યારે તે કોંગ્રેસમાં પ્રવેશ્યા ત્યારે ભાજપથી નારાજ હતા. ચિરાગ પટેલે તેમના વિસ્તારની જનતા અને પક્ષ સાથે દ્રોહ કર્યો છે. આવનારા દિવસોમાં જનતા જવાબ આપશે. શું કહ્યું હતું કિરીટ પટેલે ? પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે.. નારાજગી અંગે સ્પષ્ટતા કરતા કિરીટ પટેલે કહ્યું કે, કોંગ્રેસ પક્ષે મને બે વાર ધારાસભ્ય બનાવ્યો છે એટલે પક્ષ સામે નારાજગીનો કોઇ પ્રશ્ન નથી. પરંતુ પક્ષના કેટલાક હોદ્દેદારોથી નારાજ છું. પાટણના કોંગ્રેસી ધારાસભ્યએ આરોપ મૂક્યો કે, અમને હરાવવાના પ્રયત્ન કરનારને પક્ષમાં હોદ્દા અપાયા છે. ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ રૂપિયા લઈને કરવામાં આવી છે અને આવા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર વિરૂદ્ધ અમે પ્રદેશકક્ષાએ અનેક રજૂઆત કરી છે, છતાં કોઇ પગલા લેવામાં આવ્યાં નથી. આ સાથે કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી છે કે, જો ટુંક સમયમાં અમારી માગ પૂરી કરવામાં નહીં આવે તોચોક્કસ રાજીનામું આપીશું.

Download Our B K News Today App



Related News