અચાનક ગુજરાત તરફ કેમ વધી રહ્યા છે તબાહીના ચક્રવાત?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-14 16:50:44
  • Views : 112
  • Modified Date : 2023-06-14 16:50:44

હવામાન વિભાગનાં અધિકારીઓ કહે છે કે છેલ્લાં 5 વર્ષોમાં ગુજરાતનાં કિનારે આવનારું આ ચોથું મોટું વાવાઝોડું છે. આ પહેલાં 2019માં ચક્રવાત વાયુનાં લીધે ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી જે બાદ 2020માં મહારાષ્ટ્રમાં આવેલ નિસર્ગ વાવાઝોડાએ ગુજરાતનાં તટ પર ભીષણ વરસાદને લીધે ભારે નુક્સાન પહોંચાડ્યું હતું. વર્ષ 2021માં તોક્તેએ દીવ-ઉના પાસે ભૂસ્ખલન સર્જ્યું હતું જેનાથી વ્યાપક વિનાશ થયો હતો. ગુજરાતે 1998થી લઈને અત્યાર સુધી 20 વર્ષોમાં 4 મોટા ચક્રવાતનો સામનો કર્યો છે. કંડલા સાથે અથડાયેલ એક સુપર-ચક્રવાતે માનવજીવન અને સંપત્તિનું ભારે નુક્સાન કર્યું. પરંતુ આ વાવાઝોડાનું ગુજરાતનાં તટ પર આવવા પાછળ કારણ શું ?વિશેષજ્ઞો માને છે કે જળવાયુ પરિવર્તને લીધે આવતાં ચક્રવાતોએ ગુજરાતને અતિ સંવેદનશીલ બનાવ્યું છે. ભારતનાં હવામાન વિજ્ઞાન વિભાગનાં ગુજરાતનાં પ્રમુખ મનોરમા મોહંતીએ કહ્યું કે,' જળવાયુ પરિવર્તન અરબ સાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની સંખ્યા વધારવા માટે જવાબદાર પરિબળોમાનું એક છે. હવામાન વિભાગનાં અધિકારીઓએ કહ્યું કે લક્ષદ્વીપ સમૂહની આસપાસ ચક્રવાતોની ઉત્પતિથી લઈને ગુજરાત સુધી ફનલ આકારની તટીય રેખા હોવાને લીધે આ વાવાઝોડાં સૌરાષ્ટ્ર અને કચ્છના કિનારા સાથે અથડાય છે. એક અધિકારીએ કહ્યું કે,' ભવિષ્યમાં હિંદ મહાસાગર ક્ષેત્રનાં સમુદ્રની સપાટીનાં તાપમાનમાં વૃદ્ધિ થવાને કારણે રાજ્યમાં વધુ સંખ્યામાં ચક્રવાત આવી શકે છે.

 

Download Our B K News Today App



Related News