કોરોનાને કારણે રાજ્યમાં ધાર્મિક સ્થળો પર ભક્તોને નો-એન્ટ્રી, પણ આવતીકાલથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓનું વેલકમ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-07 17:02:12
  • Views : 255
  • Modified Date : 2021-06-07 17:02:12

    ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા મોટાભાગના વેપાર-ધંધા તેમજ સરકારી કચેરીઓ-નીચલી અદાલતોમાં શરૂ કરવામાં આવી છે. સાથે જ ઓનલાઈન શિક્ષણ પણ શરૂ કરી દેવાયું છે. જ્યારે આવતીકાલે કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ પ્રવાસીઓ માટે શરૂ થઈ જશે. ત્યારે લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, ગુજરાતમાંથી વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટમાંથી અનેક પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત વધારે લે છે. તો જો આ પ્રવાસીઓમાંથી કોઈ એક કોરોના સંક્રમિત હોય અને જિલ્લામાં સંક્રમણ વધુ ફેલાય તો કોણ જવાબદાર રહેશે?

    સાથે જ એક તરફ કોરોના સંક્રમણને લીધે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો બંધ છે તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેમ ખોલવામાં આવે છે?આવતી કાલથી કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી 8મીથી ફરી શરૂ થશે. આ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. હોટલ અને ટેન્ટસિટી માટે પણ બુકિંગ ઇન્કવાયરી શરૂ થઈ છે. જોકે 36 મહાનગરો-શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 9થી સવારે 6 કલાક દરમિયાન રહેશે. હોમ ડિલિવરી કરતી રેસ્ટોરાં-હોટલ રાત્રે 10 વાગ્યા સુધી હોમ ડિલિવરી કે ટેકહોમની સર્વિસ આપી શકશે. તમામ સંસ્થાઓ, વ્યાપારી પેઢીઓ, ઉદ્યોગોએ કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

    સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટી સહિત કેવડિયાના અનેક પ્રોજેક્ટો ખુલ્લા મુકવામાં આવશે. બીજી તરફ કેવડિયા ખાતેની ટેન્ટ સિટી અને હોટલોના માલિકો છેલ્લા એક વર્ષથી પ્રવાસીઓના અભાવને કરાણે લાખો રૂપિયાનું નુકશાન ભોગવી રહ્યા છે ત્યારે હવે ફરી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે એવી આશા રાખીને બેઠા છે. આવતીકાલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓને ઓનલાઇન સાથે હવે ઓફલાઈન ટિકિટ પણ મળશે.

    સરકારે કોરોના સંક્રમણ ઘટાડવા માટે ધાર્મિક સ્થળો તેમજ કાર્યક્રમો પર રોક લગાવી છે. જેના કારણે ગુજરાતના અંબાજી, શામળાજી, ઊંઝા ઉમિયાધામ સહિતના સુપ્રસિધ્ધ યાત્રા ધામ બંધ કરવામાં આવ્યા છે. આ મંદિરોમાં દેશભરમાંથી ભક્તોની ભારે ભીડ ઉમટે છે. જેના કારણે મોટા પ્રમાણમાં સંક્રમણનો ખતરો ઉભો ન થાય તે જોઈ સરકારે આગામી 11 જૂન સુધી ધાર્મિક સ્થળો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હાલમાં તમામ મંદિરોમાં માત્ર પૂજારીને જ પ્રવેશવાની મંજૂરી છે. જેમના દ્વારા આરતી તેમજ પૂજા કરવામાં આવે છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે મંદિર ખોલવા માટેનો નિર્ણય આગળ લંબાવતા જણાવ્યું હતું કે, જો કોરોના સંક્રમણ નિયંત્રણમાં હશે તો મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવાનો નિર્ણય 11મી જૂને લેવામાં આવશે. સાથે જ ભક્તોને પણ 11 જૂન બાદ મંદિર ખુલે તેવી આશા છે. હાલમાં પૂજારીઓ દ્વારા મંદિરમાં પૂજા અને આરતી નિયમિત કરવામાં આવે છે. શામળાજી મંદિરમાં પહેલા ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારા ભક્તો માટે પ્રવેશ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે સંક્રમણ વધતા અંતે ભક્તો માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.


Download Our B K News Today App



Related News