બનાસનીબેન ગેની બેન કોણ ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-04 17:18:13
  • Views : 92
  • Modified Date : 2024-06-04 17:18:13

  રાજ્યની 26 લોકસભા બેઠકો પૈકી સૌથી વધુ ચર્ચાસ્પદ બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરએ ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે અને ભાજપનું ત્રીજીવાર ક્લિન સ્વીપનું સપનું રોળાયું છે. બનાસકાઠા બેઠક પર ભવ્ય જીત મેળવનાર મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની આજે ખુબ ચર્ચા થઈ રહી છે ગેની બહેને 31 હજારથી વધુ મતો સાથે ભાજપ ઉમેદવાર રેખા ચૌધરીને માત આપી છે અને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યુ છે.તમને જણાવી દઈએ કે ભાજપ માંથી રેખા ચૌધરીને ટિકિટ અપાઈ હતી આ સાથે કોંગ્રેસમાંથી ગેની ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે ભાજપનું ગુજરાતમાં ક્લિન સ્વીપનું સપનું હતુ જેને ગેનીબેન તોડી નાખ્યું છે ત્યારે ગેનીને આજે કોઈ ઓળખની જરુર રહી નથી. તે તેમના વિવાદીત નિવેદનોથી સતત ચર્ચામાં રહ્યા છે આ સાથે ગેનીબેનનું બનાસકાંઠામાં મોટું નામ છે.ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, ગેનીબેન ઠાકોર કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી અને ઉમેદવાર છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય પણ છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. ગેની બેનને અખબારી સ્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા. આ સાથે ગેનીબેને ઠાકોર સમાજની અપરિણીત યુવતીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.તેમણે કહ્યું હતુ કે યુવતીઓને માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મુકવો કઈ ખોટો નથી સાથેના નિવેદનો બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા.ગેનીબેન ઠાકોરને હવે કોઈ ઓળખની જરુર રહી નથી ભાજપના ગઢમાં ગાબડું પાડતા આજે 21 હજારથી વધુ મતોથી જીત મેળવી છે.

Download Our B K News Today App



Related News