UAEએ ભારતથી આવતી ફ્લાઇટ પર 10 દિવસનો પ્રતિબંધ મૂક્યો, અમદાવાદ એરપોર્ટ પર બોર્ડિંગ સમયે મુસાફરોને જાણ કરાતાં હોબાળો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 16:03:03
  • Views : 247
  • Modified Date : 2021-04-24 16:03:03

    સમગ્ર વિશ્વમાં હવે સૌથી વધારે કેસ ભારતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને કેનેડા બાદ હવે UAEએ પણ ભારતથી આવતી ફ્લાઇટ 24 એપ્રિલથી 10 દિવસ માટે રદ કરી દીધી છે, પરંતુ જે લોકોએ ટિકિટ બુક કરાવી હતી તેમને એરલાઇન્સ તરફથી જાણ કરવામાં આવી ન હતી, જેમાં અમદાવાદ એરપોર્ટ પર UAE જવા માટે આવેલા મુસાફરોને બોર્ડિંગ ટાઈમ વખતે તેમની ફ્લાઇટ કેન્સલ છે એવું જણાવવામાં આવ્યું હતું, જેને લઈને તમામ મુસાફરોએ અમદાવાદ એરપોર્ટ પર હોબાળો કર્યો હતો.

    ભારતમાં સતત વધી રહેલા કોરોનાના કેસને પગલે ઘણા દેશોએ ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતથી UAE જતી ફ્લાઈટ પર પણ પ્રતિબંધ મુકાયો છે, પરંતુ ફ્લાઈટના બોર્ડિંગ ટાઈમ સમયે તેની જાણકારી મુસાફરોને કરાતાં અમદાવાદ એરપોર્ટ પર મોટો હોબાળો થયો હતો. એ અંગે જૈમિન શાહ નામના મુસાફરે વીડિયો ઉતારીને ટ્વીટ પણ કર્યું હતું. આ બાબતે એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓએ તમામ મુસાફરોને સમજવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આખરે તેમની કેન્સલ થયેલી ફ્લાઇટને મંજૂરી મળી અને તમામ મુસાફરો UAE પહોંચ્યા હતા.

    બીજી તરફ, કેનેડાની ફેડરલ સરકારે ભારત અને પાકિસ્તાનમાં ઝડરપભેર વધી રહેલા કોરોનાના કેસને કારણે આ બંને દેશોમાંથી આવતી તમામ કમર્શિયલ અને પ્રાઈવેટ ફ્લાઇટ્સ પર ગુરુવારથી 30 દિવસ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. ટ્રાન્સપોર્ટમંત્રી ઓમર અલઘાબરાએ એક વર્ચ્યુઅલ પ્રેસ-કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે કેનેડા સરકાર આ હંગામી પ્રતિબંધ ભારત અને પાકિસ્તાનથી આવનારી ફ્લાઈટ્સ માટે મૂકી રહી છે, કેમ કે બંને દેશઓમાંથી આવતા મુસાફરોમાંથી મોટા ભાગના લોકો કોરોના પોઝિટિવ હોય છે, એવું ટેસ્ટ દરમિયાન જોવા મળે છે.

    નોંધનીય છે કે હાલમાં કેનેડા, યુકે, ઇઝરાયેલ, સિંગાપોર તથા ઓમાનમાં ભારતથી આવતી ફ્લાઈટ અથવા ભારતથી અન્ય માર્ગે આવતા લોકોના પ્રવેશ પર 14થી 30 સુધીનો પ્રતિબંધ મૂકી દેવાયો છે, તથા પોતાના નાગરિકોને ભારતમાં મુસાફરી ન કરવાની પણ સલાહ આપી છે. જ્યારે ઓસ્ટ્રેલિયા દ્વારા ફ્લાઈટની સંખ્યા ઘટાડી દેવાઈ છે તથા નિયમો કડક કરી દેવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News