બનાસકાંઠામાં કોરોના મહામારીની આંશિક રાહત વચ્ચે બીજી તરફ મ્યુકરમાઇકોસીસ રોગે માથું ઉચકતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-15 11:51:57
  • Views : 466
  • Modified Date : 2021-05-15 11:51:57

     છેલ્લા અઠવાડિયા થી કોરોનાવાયરસ ના કેસો માં સામાન્યતઃ ઘટાડો થયો છે જોકે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટવાની સાથે સાથે હવે મ્યુકોરમાઇકોસીસ નામના રોગે આરોગ્ય વિભાગ અને તબીબી આલમને ચિંતાતુર બની ગયું છે, મોટાભાગે કોરોના સંક્રમિત થઈને સાજા થઇ ગયેલા દર્દીઓમાં પ્રકારનો રોગ જોવા મળે છે. કોરોના ની સારવાર દરમિયાન હેવી સ્ટીરોઇડ અને દવાઓ ની સાઇડ ઇફેક્ટને કારણે મ્યુકોરમાઇકોસીસ નામના રોગની અસર થાય છે અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 25 થી પણ વધુ મ્યુકોરમાઇકોસીસ ના કેસો સામે આવતા ખાનગી ડોક્ટરો પણ ચિંતાતુર બની ગયા છે, વળી રોગની સારવાર માટે આપવામાં આવતા એન્ફોટેરેસિમ બી ઈન્જેકશન, પોસુવાકોનાઝોલ અને ઈસુવાકોનાઝોલ નામની ટેબ્લેટ ની પણ ભારે અછત હોવાના કારણે દર્દીઓની સારવારમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, નાકમાં ગળામાં કે પછી દાંતના દુખાવાની સાથે શરૂઆત થતાં રોગ ધીમે ધીમે આખા ચહેરા ના ભાગમાં ફંગસ ફેલાઈ જતી હોય છે અને જે ભાગમાં ફંગસ ફેલાય છે તે ભાગને કેન્સરની જેમ કાઢી નાખવો પડે છે , ICMR અને WHO ની ગાઈડલાઈન મુજબ મ્યુકોરમાઇકોસીસ સંક્રમિત દર્દીઓએ 7 થી 42 દિવસ સુધી સારવાર દેવાની હોય છે.

      બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા પાલનપુર બનાસ કોવિડ હોસ્પિટલ ખાતે મ્યુકોરમાઇકોસીસ ના દર્દીઓ માટે 5 બેડ નો આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે પરંતુ અહીં દર્દીઓને માત્ર પ્રાથમિક સારવાર મળી રહે છે, કારણકે મ્યુકોરમાઇકોસીસ ના દર્દીઓને મોટી સર્જરી કરવી પડતી હોય છે અને તેની સુવિધા બનાસકાંઠા નહીં પરંતુ ગુજરાતમાં એકમાત્ર અમદાવાદ સીવિલ હોસપીટલમાં શક્ય બની શકે તેમ છે માટે બનાસકાંઠાના મોટાભાગના દર્દીઓને પ્રાથમિક સારવાર આપી ખાનગી તબીબો અમદાવાદ રિફર કરે છે જેથી ત્યાં પૂરેપૂરી સારવાર મળી રહે , મ્યુકોરમાઇકોસીસ ની સારવાર માટે કે સર્જરી માટે પણ આંખ,નાખ, કાન , તેમજ મગજના તજજ્ઞ ડોકટરો ની ટિમ દ્વારા તેની સર્જરી કરવામાં આવે છે તેમજ સર્જરી કર્યા બાદ પણ 20 થી 25 દિવસ સુધી તેની નિયમિત સારવાર કરવાની હોય છે જેમાં આપવામાં આવતા ઇન્જેક્શનો અને દવાઓનો ખર્ચ પણ ખૂબ મોંઘો થતો હોવાના કારણે સામાન્ય રીતે કેસમાં દર્દી ને લાખો રૂપિયાનો ખર્ચ થઇ જતો હોય છે.

     જે રીતે મ્યુકોરમાઇકોસીસ ના દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતાં બનાસકાંઠા જિલ્લાના ખાનગી તબીબો અને આરોગ્ય વિભાગ અત્યારે ટેન્શનમાં આવી ગયું છે અને રોગ ને કઈ રીતે અટકાવી શકાય તેની મથામણ માં લાગી ગયા છે.

Download Our B K News Today App



Related News