બનાસકાંઠા જિલ્લામાં કોરોના બાદ હવે મ્યુકોરમાઈકોસીસ રોગના બે દર્દીઓ સામે આવતા જ આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-12 11:53:45
  • Views : 678
  • Modified Date : 2021-05-12 11:53:45

     હજુ તો સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે તેવામાં હવે મ્યુકોરમાઇકોસીસ નામના રોગ માનવ જાત પર વરસવા તૈયાર થઈ ગયો છે , બનાસકાંઠા જિલ્લામાં પણ મ્યુકોરમાઇકોસીસ ના બે દર્દીઓ સામે આવતા જ જિલ્લાનું આરોગ્ય માં ખળભળાટ મચી જવા પામ્યો છે. ધાનેરાના 65 વર્ષીય નવાજી ચૌધરી અને પાલનપુરના 21 વર્ષીય અભિષેક ગોહિલ નામના બંને વ્યક્તિ ને આ મ્યુકોરમાઇકોસીસ ના લક્ષણો જણાતા તેઓએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા પરંતુ આ બંને દર્દીઓની હાલત વધુ ગંભીર જણાતા તેઓને પ્રાથમિક સારવાર આપી અમદાવાદ ખાતે રીફર કરાયા છે આ બંને દર્દીઓને અગાઉ કોરોના થયો હતો અને તેની સારવાર લીધા બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા પછી તેઓને મ્યુકોરમાઇકોસીસ ની ઝપેટ માં આવ્યા હતા.

     કોરોનાના સાજા થયેલા દર્દીઓ તો ખાસ કરીને એવા દર્દીઓ કે જેમણે ડાયાબિટીસ, કિડની, કે કેન્સર જેવી બીમારી  ધરાવતાં હોય છે. તેવા કેટલાક દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસ નામના રોગના લક્ષણોમાં મુખ્યત્વે એક બાજુનો ચહેરો સુજી જવો માથાનો દુઃખાવો, નાક બંધ થવું કે સાઇનસની તકલીફ મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો આંખમાં દુખાવો, દ્રષ્ટિ ઓછી થવી, તાવ, કફ , છાતીમાં દુઃખાવો શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો, ઉબકા આવવા કે ઉલટી થવી આંતરડામાં રક્તસ્ત્રાવ થવો જેવા લક્ષણો જોવા મળે છે.

     મ્યુકોરમાઇકોસીસથી બચવા N95 માસ્ક પહેરવું, વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો, ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો જરૂરી છે, બનાસકાંઠા માં મ્યુકોરમાઇકોસીસ ના દર્દીઓ સામે આવતા જ જિલ્લાનું તંત્ર સતર્ક બની છે અને બનાસ કોવિડ હોસ્પિટલમાં અત્યારે આવા દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે જેથી આવા દર્દીઓને તાત્કાલીક સારવાર આપી સ્વસ્થ કરી શકાય.

Download Our B K News Today App



Related News