કોરોના દરમ્યાન કરેલ સેવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માન થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-12 13:36:37
  • Views : 369
  • Modified Date : 2021-07-12 13:36:37

     ભારત સહીત સમગ્ર વિશ્વ જયારે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં વિવિધ જગ્યાએ લોકો પોતાની શક્તિ પ્રમાણે અને તેનાથી પણ વધારે મદદ કરી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં નગરના અગ્રણી સહિત નગરના  સેવાભાવી અગ્રણીઓ દ્વારા પોતાની શક્તિથી પણ વધારે ઈશ્વર કૃપાથી શક્ય તમામ મદદ કરીને ક્યાંકને ક્યાંક લોકોની જિંદગી બચાવી રહ્યા છે અને સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરી માનવધર્મ નિભાવી રહ્યા છે. આ તબક્કે લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા નગરના તમામ અગ્રણીઓનું તેમની સમાજ પ્રત્યેની સેવા અને પ્રતિબદ્ધતા બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. સંસ્થાના યુરોપના પ્રેસિડેન્ટ વિલિયમ ઝેચલર, ભારતના પ્રેસિડેન્ટ સંતોષ શુક્લ, વાઇસ પ્રેસિડેન્ટ દિવ્ય ત્રિવેદી, ગુજરાતના પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ ત્રિવેદી, હરસુખ સોજીત્રા (વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ- સૌરાષ્ટ્ર) દ્વારા અગ્રણીઓનું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવેલ અને તેમની સેવાઓની પ્રશંસા કરેલ. 

Download Our B K News Today App



Related News