છેલ્લા કેટલાય દિવસથી બનાસ બેન્કના ચેરમેન પદ વિવાદમાં હતું ત્યારે આજરોજ બનાસબેંકના ચેરમેન અણદાભાઇ પટેલે જિલ્લા રજિસ્ટ્રારને પોતાનું રાજીનામું આપતા રાજકારણ ગરમાયુ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-02 12:10:12
  • Views : 262
  • Modified Date : 2022-04-02 12:10:12

છેલ્લા કેટલાય દિવસથી બનાસ બેન્કના ચેરમેન પદ વિવાદમાં હતું ત્યારે આજરોજ બનાસબેંકના ચેરમેન અણદાભાઇ પટેલે જિલ્લા રજિસ્ટ્રારને પોતાનું રાજીનામું આપતા રાજકારણ ગરમાયુ છે

 

બનાસ બેંકના ચેરમેન અણદા પટેલે ચેરમેન પદેથી આજે રાજીનામું આપ્યું. બનાસ બેંકના ચેરમેન બન્યા બાદ આજે અચાનક જ તેમણે રાજીનામું આપતાં સહકારના રાજકારણમાં ખળભળાટ આવ્યો છે ભાજપના પ્રમુખ આર પાટીલને વારંવાર ફરિયાદો મળતા આખરે આજે બનાસ બેંકના ચેરમેન અણદાભાઇ પટેલે પોતાનું સ્વેચ્છિક રાજીનામું આપી દીધું છે જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે

 

બનાસ બેંકના ચેરમેન અણદાભાઈ પટેલે અચાનક રાજીનામું આપતા સહકાર નું રાજકારણ ગરમાયુ છે. બનાસ બેંકના ચેરમેનપદે અણદાભાઈ પટેલની નિયુક્તિ બાદ અનેક વિવાદો સામે આવ્યા હતા. સતાધારી ભાજપ પક્ષના જ કેટલાક આગેવાનો તેમની કાર્યપદ્ધતિ નારાજ હતા. જ્યારે બેંકના ચેરમેન બાદ કરેલા નિર્ણયોને લઈને નિયામક મંડળના સભ્યો પણ નારાજ હતા. આ સમગ્ર મામલે પ્રદેશ ભાજપના પ્રમુખ આર પાટીલને વારંવાર ફરિયાદો મળતા આખરે આજે બનાસ બેંકના ચેરમેન અણદાભાઇ પટેલે આજે 11 વાગ્યાંના સમયે જિલ્લા રજીસ્ટર આર પી ખરાડીને પોતાનું સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું હતું

 

Download Our B K News Today App



Related News