અમદાવાદથી અયોધ્યા માટે કઈ ટ્રેન છે અવેલેબલ ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-31 17:41:05
  • Views : 75
  • Modified Date : 2023-12-31 17:41:05

તમામ દેશવાસીઓ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની રાહ જોઈ રહ્યા છે. 22 જાન્યુઆરીએ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની સ્થાપના કરવામાં આવનાર છે. આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે મંદિરનું નિર્માણ વર્ષ 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે. વેલ, લોકો અત્યારે એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે રામ લલ્લા અહીં મંદિરના ગર્ભગૃહમાં બિરાજશે. લોકોએ અયોધ્યા માટે બે મહિના અગાઉથી ટિકિટ બુક કરાવી લીધી છે. ત્યારે હવે મંદિરે દર્શન માટે ભીડ ઉમટી પડે તે સ્વાભાવિક છે.આવી સ્થિતિમાં સમયસર ટિકિટ ન મળવાની શક્યતા પણ વધી જાય છે. તેથી જો તમે પણ રામલલ્લાના દર્શન કરવા જવાની તૈયારીઓ કરી રહ્યા હોય તો ફ્લાઈટ, ટ્રેન અને બસની સેવા ઉપલબ્ધ છે. ફ્લાઈટના ભાડાં અત્યારે ખુબ વધી ગયા છે અને સામાન્ય જનતાને પોસાય તેમ નથી ત્યારે ટ્રેન દ્વારા તમે કેવી રીતે અયોધ્યા પહોચી શકો છો તેમજ કેવી રીતે ટ્રેન ટિકિટ બુક કરાવવી જાણો અહીં.જો તમે ગુજરાતના અમદાવાદથી અયોધ્યા પહોચવા માંગો છો તો અને એ પણ ટ્રેનથી તો તમને જણાવી દઈએ કે તમે આ સફર પુરી કરતા એક દિવસ અને ઉપર 5 કલાક લાગશે એટલે કે તમે આજ રાતે 9 વાગ્યાની ટ્રેનમાં બેસો છો તો તમે બીજા દિવસના રાતના 2 વાગ્યા સુધીમાં અયોધ્યામાં હશો.1 જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યા ટ્રેન શરુ થઈ છે જોકે મોટા ભાગની ટ્રેનો ફુલ છે. અમદાવાદથી અયોધ્યા માટે એક માત્ર ટ્રેન સાબરમતી એક્સપ્રેસ છે જે રાતે 10.10ની ટ્રેન અવેલેબલ છે જે તમને 4.20 એ અયોધ્યા પહોચાડી દેશે પણ હાલ ભક્તોના ધસારાને જોતા 27 જાન્યુઆરી સુધી વેઈટિંગ છે. ત્યારે રેલવે વિભાગ તત્કાલ ટ્રેનની સેવા ઉભી કરી છે.આ સમયે તત્કાલ ટ્રે્ન શરુ કરવામાં આવી છે. જો તમે કાલે જવા માંગતા હોવ અને બુકિંગ બાકી હોય તો તત્કાલ માટે ટ્રેન બુક કરાવી શકો છો જેનું બુકિંગ શરુ થઈ ગયુ છે. તે બન્ને એસી 3 (3A) કોચ અને એસી 2 (2A) અવેલેબલ છે જેનું ભાડું 2020 અને 2840 રુપિયા છે. આ રીતે તમે ટ્રેન ટિકિટ બુકિંગની સાઈટ પર જઈ આ પછીના કે પછી તમે જે દિવસે જવાના હોય તે દિવસે કઈ ટ્રેન છે તેની પ્રાઈઝ શું છે તે સેમ પ્રોસેસથી જોઈ અને ટ્રેન બુક કરાવી શકો છો.

Download Our B K News Today App



Related News