ગુજરાતમાં કયા સ્થળોએ કમોસમી વરસાદ વરસશે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-06 15:55:47
  • Views : 65
  • Modified Date : 2024-01-06 15:55:47

આગામી 8 અને 9 જાન્યુઆરી રવિ સિઝનની ખેતી કરનારા ખેડૂતો માટે ચિંતાજનક બની રહેનારી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ઉભુ થવાને લઈ રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદને લઈ આગાહી કરતા રાજ્યમાં ક્યા કયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં વરસી શકે છે, એ અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે.8 જાન્યુઆરીની વાત કરવામાં આવે તો, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી વ્યક્ત કરરવામાં આવી છે. આ ઉપરાંત દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, રાજપીપળમાં પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર અને પાટણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં માવઠા થવાની શક્યતા છે. 9મીએ વધારે વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે.

Download Our B K News Today App



Related News