માવઠા વચ્ચે હાથમાં છત્રી રાખવી કે સ્વેટર પહેરવું બની જનતાની દુવિધા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-26 15:39:58
  • Views : 108
  • Modified Date : 2023-11-26 15:39:58

ગુજરાતમાં બે દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરે એવો માહોલ ઉભો કર્યો છે કે લોકોએ પોતાની સાથે છત્રી રાખવી કે પછી સ્વેટર પહેરવું તે સમજી નથી શકતા.હવામાન વિભાગ દ્વારા એમ પણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી જ હતી જેના પગલે વહેલી સવારથીજ અમદાવાદ સહિતના રાજ્યના વિવિધ તાલુકા જિલ્લાઓમાં વરસાદથી લઈ બરફના કરા પણ નોંધાયા છે.અમદાવાદની વાત કરીએ તો આજે 1 ઇંચ કરતા વધારે વરસાદ પડવાની આગાહી સાચી ઠરી છે. સવારથીજ ઘેરા બનેલા વાદળો અને વીજળીના ચમકારા વચ્ચે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ જેને પગલે વાતાવરણમાં તીવ્ર ઠંડક પ્રસરી ગઈ છે.આ માવઠાને લઈ જોકે સરકાર દ્વારા પણ આગળથી ચેતવણી અને એડવાયઝરી બન્ને આપવામાં આવી હતી જેના પગલે કદાચ ખેત પેદાશો કે બહાર સંગ્રહ કરવામાં આવી હોય છે તેનું નુક્શાન કદાચ ટાળી શકાયું હશે પણ ખેતરમાં રહેલા પાક ને લઈ સ્થિતિ પર નજર રાખવી જરૂરી રહેશે.હવામાન વિભાગ દ્વારા આ માવઠાની આગાહી 2દિવસ માટે કરવામાં આવી છે. આ માવઠાને પગલે ડબલ સીઝન થવાથી ૠતુજન્ય રોગચાળાની સાવચેતી વર્તવી જરૂરી બનશે.

Download Our B K News Today App



Related News