1 મેથી 6 જૂન સુધી ઉનાળુ વેકેશન ગણાવી 7 જૂનથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરવા શાળા સંચાલક મહામંડળની રજૂઆત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-27 16:15:19
  • Views : 398
  • Modified Date : 2021-04-27 16:15:19

કોરોનાના કારણે શાળાઓ છેલ્લા માર્ચ મહિનાથી બંધ છે, ત્યારે 30મી એપ્રિલે શૈક્ષણિક સત્રનો અંતિમ દિવસ ગણીને પહેલી મેથી છઠ્ઠી મે સુધી ઉનાળુ વેકેશન ગણાવા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને શાળા સંચાલક મહામંડળ દ્વારા રજુઆત કરવામા આવી છે.

    કોરોનાના કેસોમાં વધારો થતા માર્ચ મહિનાથી ઓફલાઇન શિક્ષણ બંધ છે. ઉપરાંત ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોસન આપવામાં આવ્યું છે. ઉપરાંત માસ પ્રમોશનની માર્ગદર્શીકા પણ રજુ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને રજુઆત કરી છે કે, 30મી એપ્રિલે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષનો અંતિમ દિવસ ગણવો જોઇએ ઉપરાંત પહેલી મેથી છઠ્ઠી જૂન ઉનાળુ વેકેશન જાહેર કરીને સાતમી જૂનથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત કરવી જોઇએ.

    રાજ્યમાં કોરોના મહામારી વકરતા ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે તથા ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું હોય એવી આ પ્રથમ ઘટના છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાની નવી તારીખો અંગે 15 મેએ સમીક્ષા બાદ નિર્ણય લેવાશે.

    કેન્દ્ર સરકારના પગલે ગુજરાત સરકારે પણ ધો.1થી9 અને 11ના 50 લાખથી વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે માધ્યમિક અને ઉ.મા.શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12ની પરીક્ષાનું તા.10થી 25 મે દરમિયાન આયોજન કર્યું હતું. જે નિર્ધારીત સમયે લેવાશે એવી મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી પણ સ્થિતિ વકરતા બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.​​​​​​​રાજ્ય સરકાર ધો.10-12ની પરીક્ષા ક્યારે લેશે અને કેવી રીતે લેશે તેની સમીક્ષા 15મી મેના રોજ કરાશે. આ સમીક્ષા દરમિયાન પરીક્ષાનો કાર્યક્રમ નક્કી કરતાં પહેલાં 15 દિવસનો સમય વિદ્યાર્થીઓને તૈયારી માટે અપાશે. અગાઉ હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોએ પણ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો.​​​​​​​

    ધો.6થી12માં રાજ્ય સરકારે તા.30મી એપ્રિલ સુધી ઑફલાઇન શિક્ષણ પર મનાઈ કરી હતી. સંક્રમણની સ્થિતિ જોતાં સરકારે સ્કૂલમાં લેવાતા વર્ગો આગામી 10 મે સુધી બંધ રહેશે એવી જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે સીબીએસઇ બોર્ડે ધોરણ 12ની પરીક્ષા રદ અને ધો.10માં માસ પ્રમોશનની જાહેરાત કરી હતી.


Download Our B K News Today App



Related News