કોંગ્રેસ પાર્ટીનો પરિવર્તન યાત્રાનો રથ રસ્તા વચ્ચે અટકી જતા યુવાનોને જાગૃત કરતી યાત્રામાં યુવાનોએ ગાડીને ધક્કા મારવા પડ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-24 14:07:06
  • Views : 210
  • Modified Date : 2022-09-24 14:07:06


યુવા કોંગ્રેસ દ્વારા 22મી સપ્ટેમ્બરથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતેથી યુવા પરિવર્તન યાત્રાનો આરંભ કર્યો છે જે રાજયના 27 જિલ્લા અને 2100 કિ.મી. વિસ્તારને આવરી લેવામાં આવશે. કોંગ્રેસનું માનવું છે કે લોકો ભાજપ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી ચુક્યાં છે. જે પ્રકારે બેરોજગારી ગુજરાતની મુખ્ય સમસ્યા બની ગયી હોય ત્યારે રાહુલ ગાંધીએ ગુજરાતમાં આઠ વચનની જાહેરાત કરી છે, તેને લઇ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ યુવા પરિવર્તન યાત્રાના માધ્યમ થી યુવાઓના પ્રશ્નને વાચા કરવામાં આવી છે ત્યારે ખેડબ્રહ્મામાં કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રાનો રથ અટકી ગયો હતો..પરિવર્તન યાત્રાની ગાડી બંધ પડી જતા કાર્યકરોએ ધક્કા માર્યા હતા. દેશને ચલાવવાની વાત કરતી કોંગ્રેસ પાર્ટીનો પરિવર્તન યાત્રાનો રથ રસ્તા વચ્ચે અટકી જતા યુવાનોને જાગૃત કરતી


યાત્રામાં યુવાનોએ ગાડીને ધક્કા મારવા પડ્યા હતા

Download Our B K News Today App



Related News