આખલાને લાકડી ધ્વારા ફટકારતાં આખલો ઉશ્કેરાયો અને શિંગડા ભરાવીને વૃદ્ધ ને અડફેટે લીધા. ગોંડલ ના વૃદ્ધ નું મોત.

  • Published By :
  • Published Date : 2022-09-08 15:37:18
  • Views : 199
  • Modified Date : 2022-09-08 15:39:18

છેલ્લા એકાદ વર્ષથી તો રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે, જેને પગલે નાગરિકોને જીવ પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આવી જ એક ઘટના ગોંડલમાં બની, જ્યાં રખડતા આખલાને પ્રૌઢે લાકડી ફટકારતાં આખલો ઉશ્કેરાયો હતો અને શિંગડાં ભરાવી તેમને અડફેટે લીધા હતા.આ ઘટનાને પગલે પ્રૌઢ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઉપરાંત પરિવારજનો દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે એ દિવસે આખલાએ અન્ય 4 લોકોને અડફેટે લીધા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવ બાદ તરત ગોપાલભાઈને ગોંડલથી રાજકોટ ખાતેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ગોંડલમાં આજ વિસ્તારમાં એક જ દિવસમાં 4 લોકોને ખૂંટિયાએ અડફેટે લીધા હતા. રખડતાં ઢોર અને શ્વાનનો આતંક અવારનવાર સામે આવે છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલ આ મામલે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News