ડીસામાં એક પરિવારના ઘરે પ્રથમવાર દીકરીનો જન્મ થતાં પરિવારે આ દીકરીના જન્મની શાનદાર ઉજવણી કરી દીકરીને વધાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-10 11:52:12
  • Views : 800
  • Modified Date : 2022-03-10 11:52:12

ડીસામાં એક પરિવારના ઘરે પ્રથમવાર દીકરીનો જન્મ થતાં પરિવારે આ દીકરીના જન્મની શાનદાર ઉજવણી કરી દીકરીને વધાવી

દરેક ઘરનું આંગણું દીકરી વગર સૂનું કહેવાય છે.. પરંતુ છેલ્લા કેટલાક સમયથી દીકરાની ખેવના રાખતા પરિવારોની સંખ્યામાં વધારો થયો છે.. પરંતુ આજે પણ એવા પરિવારો છે કે જે દીકરીના જન્મ પર જલેબી નહીં પરંતુ પેંડાનું વિતરણ કરે છે.. ડીસા શહેરમાં રહેતા પ્રવીણભાઈ સાધુના પરિવારમાં પ્રથમવાર દીકરીનો જન્મ થયો છે.. પ્રવીણભાઈ સાધુને બે સંતાનોમાં દીકરા છે અને તેમના મોટા દીકરા તુષારના સાત વર્ષ પહેલા ભૂમિકા સાથે લગ્ન થયા હતા અને તેમના પરિવારમાં પણ પ્રથમ સંતાન તરીકે દીકરો અવતરયો હતો.. જેથી આ પરિવારમાં દીકરીનો અભાવ જોવા મળી રહ્યો હતો.. ત્યારે સાતમી માર્ચના દિવસે તેમના ઘરે દીકરીનો જન્મ પ્રથમવાર થતાં સાધુ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.. આજે દીકરીને હોસ્પિટલથી રજા આપીને ઘરે લાવવામાં આવતા આ પરિવારે તેનું શાનદાર સ્વાગત કર્યું હતું.. અને આસપાસના લોકોને દીકરી જન્મ પર આપવામાં આવતી જલેબીના બદલે દીકરાના જન્મ પર આપવામાં આવતા પેંડાનું વિતરણ કર્યું હતું.. આ પરિવારમાં પ્રથમવાર દીકરીનો જન્મ થતાં પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે..

સમાજમાં આજકાલ દીકરા-દીકરી વચ્ચે ભેદભાવની ઘટનાઓ વધી રહી છે.. તેવામાં સાધુ પરિવાર દ્વારા તેમના પરિવારમાં અવતરેલી દીકરીના વધામણાં કરવામાં આવ્યા તે આજના સમાજ માટે પણ ખૂબ જ શીખવા જેવુ બાબત છે અને સમાજમાં અન્ય લોકો પણ આવી રીતે જ દીકરીઓને વધાવે...

Download Our B K News Today App



Related News