આજે રાજ્યના ક્યાં જિલ્લામાં કેટલું રહેશે ઠંડીનું તાપમાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-28 08:34:13
  • Views : 81
  • Modified Date : 2023-12-28 08:34:13

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તો અમદાવાદ, આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, જામનગર, કચ્છ, ખેડા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી, તાપી જિલ્લામાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.તો દેવભૂમિ દ્વારકા, નર્મદા,સુરત,સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા,પંચમહાલ, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી,ભરુચ, દેવભૂમિ દ્વારકા, જામનગર,જુનાગઢ, નર્મદા સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો વલસાડ, સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ બનાસકાંઠા, ગાંધીનગર, કચ્છ,મહીસાગર, મોરબી,મહેસાણા,પંચમહાલ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Download Our B K News Today App



Related News