કૉંગ્રેસને સરદાર વલ્લભભાઈ પટેલ સામે વાંધો શું છે?, ગુજરાત સરદાર સાહેબના અપમાનને ક્યારેય સહન નહીં કરે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-31 17:49:21
  • Views : 334
  • Modified Date : 2022-10-31 17:49:21


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના થરાદથી રૂપિયા 8034 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરી હતી. ગઈકાલે મોરબીમાં બનેલી ઘટના અંગે વડાપ્રધાને દુઃખ વ્યકત કર્યું હતું અને કહ્યું હતું કે, આ મામલે સરકાર તરફથી કોઈ કસર છોડવામાં આવશે નહીં.


આજે ગુજરાત શોકમાં ડૂબેલું છે, દેશવાસીઓ પણ ખૂબ દુઃખી થયા છે, મોરબીમાં ગઈકાલે સાંજે જે ભયંકદ દુર્ઘટના ઘટી અનેક આપણા સ્વજનો, નાના ભૂલકાઓએ પોતાના જીવ ગુમાવ્યા, દુઃખની આ ઘડીમાં આપણા સૌની સંવેદનાઓ પીડિત પરિવારોની સાથે છે.ભૂપેન્દ્રભાઈ અને તેમની સરકારના સૌ સાથીઓ પૂરી શક્તિથી શક્ય એટલા બધા રાહતના કામો કરી રહ્યા છે. કાલે રાત્રે કેવડિયાથી સીધા ભૂપેન્દ્રભાઈ મોરબી પહોંચ્યા અને રાહત કામોની કમાન સંભાળી લીધી.હું પણ રાતભર અને આજે સવાર સુધી સંપર્કમાં રહ્યો.


કૉંગ્રેસને સરદાર સાહેબ સાથે વાંધો શું છે?- PM મોદી
વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે છાપામાં કૉંગ્રેસની જાહેરાત જોઈ. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી હોવા છતાં જાહેરાતમાં ક્યાંય સરદાર સાહેબનો સ જોવા ન મળ્યો. કૉંગ્રેસને સરદાર વલ્લભભાઈ પટેલ સામે વાંધો શું છે? ગુજરાત સરદાર સાહેબના અપમાનને ક્યારેય સહન નહીં કરે.


Download Our B K News Today App



Related News