વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ “સુરત ડાયમંડ બુર્સ”ની ખાસિયત અને વિશેષતા શું છે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-16 14:07:25
  • Views : 74
  • Modified Date : 2023-12-16 14:07:25

આવતીકાલે 17મી ડિસેમ્બર 2023 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ ‘સુરત ડાયમંડ બુર્સ’નું લોકાર્પણ કરશે. આ ઘડી ઐતિહાસિક ક્ષણ તરીકે ખ્યાતિ પામનાર છે ત્યારે સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું ‘સુરત ડાયમંડ બુર્સ’ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે તેમ નિર્માતાઓ જણાવી રહ્યા છે.આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ડાયમંડ બુર્સના ચેરમેન અને બુર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના માંધાતાઓ હાજર રહેશે.ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ તરીકે રેકોર્ડ ધરાવે છે. રૂ.3400 કરોડના ખર્ચે 35.54 એકર વિશાળ જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ સુરત રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે સાથે જ 1.5 લાખ લોકોને રોજગારી પણ આપશે.

Download Our B K News Today App



Related News