આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદને લઇ શું કહે છે હવામાન વિભાગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-05 17:31:27
  • Views : 103
  • Modified Date : 2023-06-05 17:31:27

રાજસ્થાનમાં સાઈક્લોનિક એર સર્ક્યુલેશ સર્જાતા ગુજરાતમાં ફરી તોફાની પવન સાથે વરસાદ પડવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આજે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ-દમણ અને દાદરા-નગર હવેલીમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની પણ શક્યતા છે.હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ રહેશે. ગુજરાતમાં હાલ હવાનું હળવું દબાણ સક્રિય થયું છે. આગામી 24 કલાકમાં લો-પ્રેશરમાં સર્ક્યુલેશન સક્રિય થશે.તેઓએ જણાવ્યું છે કે, કેરળમાં ચોમાસું મોડુ શરું થવાની શક્યતાઓ છે. હાલ સાનુકૂળ પરિસ્થિતિને લીધે ચોમાસું શક્ય નથી. હાલ ચોમાસા અંગે હવામાન વિભાગ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસમાં ગુજરાતના ચોમાસા અંગે જાહેરાત કરાશે.આ પહેલા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. તા 7 જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા હોઈ તેના કારણે તા 12 અને 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. તા 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે તો દરિયાકાંઠા વિસ્તારમાં ભારે ફૂંકવાની શક્યતાઓ છે. જો વાવાઝોડું છેલ્લે ફંટાઈ જાય તો પાકિસ્તાનના કરાંચી તરફ જઈ શકે છે. વાવાઝોડાની શરૂઆતની દશામાં મુંબઈ અને રત્નાગિરિ તરફ હોવાની શક્યતા છે. કેટલાક હવામાન નિષ્ણાંતોએ પણ ગુજરાતમાં તા 7થી 11 જૂન સુધી વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહેમદાવાદમાં 2.5 ઈંચ નોંધાયો છે. જ્યારે લુણાવાડામાં સવા 2 ઈંચ, નડીયાદમાં પોણા 2 ઈંચ, નેત્રંગમાં પોણા 2 ઈંચ, લાખણીમાં પોણા 2 ઈંચ, મહુધામાં પોણા 2 ઈંચ, બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, મોડાસામાં 1.5 ઈંચ, વાલીયામાં 1.5 ઈંચ, આણંદમાં 1.5 ઈંચ, જાંબુઘોડામાં 1.5 ઈંચ, પાટણમાં સવા ઈંચ, શહેરામાં સવા ઈંચ, ધાનપુરમાં સવા ઈંચ, ડાંગમાં સવા ઈંચ, વિજાપુરમાં સવા ઈંચ, ગોધરામાં સવા ઈંચ, ઉમરપાડામાં સવા ઈંચ, કડીમાં સવા ઈંચ, દેસરમાં સવા ઈંચ, બાયડમાં સવા ઈંચ, કવાંટમાં સવા ઈંચ અને સરસ્વતીમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. 

Download Our B K News Today App



Related News