ડીસા કોલેજમાં ભાઈઓ માટે વેસ્ટઝોન યુનિવર્સિટી ચેસ પ્રશિક્ષણ કેમ્પ યોજાયો હતો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-22 11:26:36
  • Views : 183
  • Modified Date : 2022-03-22 11:26:36

       ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વર્ષ દરમ્યાન અનેક રમતોનું આયોજન થતું હોય છે..એમ આ વર્ષે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ ભાઈઓ-બહેનો સ્પર્ધા, યુનિવર્સિટી પ્રશિક્ષણ કેમ્પ ક્રિકેટ ભાઈઓ- બહેનો , યુનિવર્સિટી સોફ્ટબોલ પ્રશિક્ષણ કેમ્પ ભાઈઓ ,સ્પોર્ટ્સ-ડે, આંતર ફેકટી ક્રિકેટ ટુર્નામેન્ટ, સૂર્યનમસ્કાર જેવી અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.યુનિવર્સિટી કક્ષાએ ડીસા કોલેજનો રમતગમત ક્ષેત્રે દબદબો રહેલો છે .યુનિવર્સિટી ચેસ ટીમમાં પસંદગી થયેલા જુદી જુદી કોલેજના બેસ્ટ ખેલાડીઓનો પ્રશિક્ષણ કેમ્પ ડીસા કોલેજમાં યોજાયો હતો. જેમાં ખોરડા કોલેજ,  કોમર્સ કોલેજ મોડાસા , બી.સી.એ કોલેજ મોડાસા,ઇડર કોલેજ, સાયન્સ કોલેજ મોડાસાના ખેલાડીઓની પસંદગી થઈ આ કેમ્પમાં જોડાયા હતા..     આગામી 25 માર્ચ થી 29 માર્ચ દરમ્યાન રાજસ્થાનના જયપુર યુનિવર્સિટી ખાતે આ ખેલાડીઓ વેસ્ટઝોન ચેસ રમતમાં ભાગ લેવા જવાના છે. આ પ્રશિક્ષણ કેમ્પનું આયોજન ડીસા કોલેજના અધ્યક્ષ પ્રોફેસર. ડૉ. આર.ડી ચૌધરીએ કર્યું હતું.. ડીસા કોલેજના ટ્રસ્ટીએ યુનિવર્સિટી ચેસના તમામ ખેલાડીઓને  સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી યુનિવર્સિટીનું નામ રોશન કરવા શુભકામનાઓ પાઠવી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

Download Our B K News Today App



Related News