Cyclone Biparjoyને કારણે પશ્ચિમ રેલવેને અસર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-14 15:07:33
  • Views : 91
  • Modified Date : 2023-06-14 15:07:33

 ગુજરાત પર ‘બિપરજોય’ વાવાઝોડા માટે સતર્કતાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ વાવાઝોડાની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક વધુ ટ્રેનોના સંચાલનને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંતપશ્ચિમ રેલવે દ્વારા WRના અધિકારક્ષેત્ર હેઠળના આ સંભવિત વિસ્તારોના ટ્રેન મુસાફરો માટે વિવિધ સલામતી અને સુરક્ષા માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ હવે વધુ ત્રણ ટ્રેનોને ટૂંકા ગાળા માટે રદ કરવામાં આવી છે, એક ટ્રેનનો રૂટ ટૂંકાવ્યો છે, જ્યારે એક ટ્રેનને ગંતવ્ય સ્થાન સુધી ચલાવવા માટે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. આ સાથે ચક્રવાત બિપરજોયની શરૂઆતના સંદર્ભમાં મુસાફરોની સલામતી અને ટ્રેનની કામગીરીને ધ્યાનમાં રાખીને 69 ટ્રેનો રદ કરવામાં આવી છે, 32 ટ્રેનોના રૂટ ટૂંકાવવામાં આવ્યા છે જ્યારે 26 ટ્રેનોને સાવચેતીના પગલા તરીકે ટૂંકા ગાળા માટે શરૂ કરવામાં આવશે.12મી જૂન 2023ના રોજ શરૂ થયેલી માતા વૈષ્ણોદેવી કટારા–હાપા સર્વોદય એક્સપ્રેસ અગાઉ રાજકોટ સુધી દોડાવવા માટે સૂચના આપવામાં આવી હતી, જે હવે હાપા સુધી જ દોડશે. તેમજ ગાંધીધામ–પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાંધીધામ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહેલું છે. બિપરજોય વાવાઝોડું 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યુ છે. બિપરજોય વાવાઝોડું દ્વારકાથી 300 કિલોમીટર દૂર છે. જ્યારે પોરબંદરથી 350 કિમી દૂર વાવાઝોડું કેન્દ્રિત છે. વાવાઝોડું જખૌથી 290 કિલોમીટર દૂર છે.જ્યારે નલિયાથી 310 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 135 થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જ્યારે જખૌથી 125 થી 135ની પ્રતિકલાકની ઝડપે પસાર થાય તેવી સંભાવના છે. ગુરુવારે સાંજે કચ્છના જખૌમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. વાવાઝોડાના જોખમના પગલે દરિયાકાંઠાના તમામ સ્થળો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયા અને ખાડીમાં 2થી 3 મીટર પાણી આવી શકે તેવી સંભાવના છે.

Download Our B K News Today App



Related News