ઉણ શેઠશ્રી અમૃતલાલ નિહાલચંદકુમ કુમ મંગલ મંદિર વિદ્યાલય પ્રાર્થના હોલ ખાતે શિક્ષણ મંત્રીનો સ્વાગત અને સન્માન કાર્યક્રમ યોજાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-11 12:11:03
  • Views : 306
  • Modified Date : 2021-10-11 12:11:03

 

 કાંકરેજ તાલુકાના ઉણમાં આવેલ શેઠ અમૃતલાલ નિહાલચંદ.કુમ કુમ મંગલ મંદિર વિદ્યાલય પ્રાર્થના હોલ ખાતે ઉણ વિભાગ કેળવણી મંડળ દ્વારા આજે સવારે ગુજરાત સરકારના નવનિયુક્ત કિર્તીસિંહ વાઘેલા મંત્રી બન્યા બાદ કાંકરેજ તાલુકાની ધન્યધરા ઉણ ગામની ધરતી ઉપર પધાર્યા ત્યારે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરેલ ત્યાર બાદ શાળાની બહેનોએ સ્વાગતગીત દ્વારા મહેમાનોનું હૃદયથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કરેલ ત્યારે કીર્તિસિંહે જણાવ્યું હતું કે કાંકરેજ ધારાસભ્ય તરીકે મેં જે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી તેવીજ રીતે રાજ્ય સરકારમાં ફરજ બજાવીશ મારા કાંકરેજ તાલુકાને કલંકની કાળી ટીલી ને અભડાવવા નહીં દઉં જેની તકે હું તમામને ખાત્રી આપું છું.પ્રાસંગીક પ્રવચનબાદ શ્રેષ્ઠ શિક્ષક તરીકે નામના મેળવેલ ઝાલા સિદ્ધરાજસિંહ જયેંદ્રસિંહનું શાલ ઓઢાડી રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રી કીર્તિસિંહે સન્માન કરેલ. પ્રસંગે ઉણ સોનગઢા ગોગા મહારાજ ધામના ભુવાજી રમેશભાઈ જોષી ઉણ સરપંચ હનુભા વાઘેલા,ચરણસિંહ વાઘેલા તેમજ  ઉણ વિભાગ કેળવણી મંડળ તથા શેઠ અમૃતલાલ નિહાલચંદ.કુમ કુમ મંગલ મંદિર વિદ્યાલયના શિક્ષક ગણ અને કાંકરેજ તાલુકામાંથી કીર્તિસિંહ વાઘેલાના ચાહકો  હાજર રહી દરેકે ફુલહાર પહેરાવી મેમોન્ટો આપી શાલ ઓઢાડી સન્માન કરેલ.કાર્યક્રમ નું સંચાલન શિક્ષક વિપુલભાઈ પટેલે કર્યું અને આભારવિધિ શાળાના આચાર્ય બાબુભાઈ કે.પટેલે કરેલ.

Download Our B K News Today App



Related News