આ વર્ષે ચોમાસું ક્યારથી શરૂ થશે અને કેવું રહેશે....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-15 12:56:14
  • Views : 480
  • Modified Date : 2019-05-15 12:56:14

હાલ દેશમાં આકરી ગરમી પડી રહી છે. લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. આ વખતે ચોમાસું ક્યારે શરૂ થશે અને કેવું રહેશે તેને લઈને દેશના લોકોમાં ભારે ઉત્સુકતા છે. ત્યારે ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે.હવામાન સંબંધીત જાણકારી આપનારી એજંસીએ જણાવ્યું છે કે, ભારતમાં ચોમાસુ આગામી 4 જુનથી શરૂ થઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હંમેશાની માફક કેરળના સમુદ્ર કિનારેથી નિર્ધારીત તારીખ 1લી જૂનથી એટલે કે સમય કરતા થોડું મોડું શરૂ સક્રિય બનશે. સ્કાઈમેટ દ્વારા ચોમાસાની આ ભવિષ્યવાણી કરવામાં આવી છે.આ વખતે ચોમાસુ નિર્ધારીત કરતા થોડું મોડું રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન એજન્સીના જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસુ સામાન્ય કરતા નબળું રહેશે. વરસાદ થોડો ઓછો રહેશે.સ્કાઈમેટના સીઈઓ જતિન સિંહે કહ્યું હતું કે, આ સીઝન દેશના તમામ ચારેય ક્ષેત્રોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થોડો ઓછો રહેશે. પૂર્વ, પૂર્વોત્તર અમે મધ્ય ભારતમાં ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણ પ્રાયદ્વીપની સરખામણીમાં ઓછો વરસાદ રહેશે. આ વર્ષે ચોમાસું સિઝનમાં અલનીનો નબળું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સિઝન વધવાની સાથે જ આ નબળું પડશે. ચોમાસું સિઝન દરમિાયન સામાન્ય એટલે કે 96 ટકા વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. 5 ટકા વરસાદ ઉપર નીચે રહી શકે છે. ચોમાસું સિઝન દરમિયાન સામાન્યથી ખુબ જ વધારે વરસાદની સંભાવના 2 ટકા છે. જ્યારે સામાન્યથી વધારે વરસાદની 10 ટકા સંભાવના છે. આ ઉપરાં સામાન્ય વરસાદ એટલે કે 96થી 104 ટકા વરસાદની સંભાવના 39 ટકા રહેલી છે. કુલમળીને સામન્ય કે સામાન્યથી વધારે વરસાદની સંભાવના 50 ટકાથી વધારે છે.સામાન્યથી થોડો ઓછો વરસાદની સંભાવના 32 ટકા છે. જ્યારે 90 ટકાથી ઓછા વરસાદની સંભાવના 16 ટકા છે. ચોમાસું સિઝન દરમિયાન 90 ટકાથી ઓછો વરસાદ થાય તો દુષ્કાળ જાહેર કરી શકાય છે. એટલે કે આ વર્ષે દુષ્કાળગ્રસ્ત ચોમાસાની 16 ટકા સંભાવના છે.એજંસીના જણાવ્યા પ્રમાણે સોમાસુ 22મે એ આંદમાન નિકોબાર દ્વીપ પહોંચશે. ગત મહિને પણ સ્કાયમેટે સીઝનમાં આ વખતે વરસાદ સામાન્ય રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

Download Our B K News Today App



Related News