PMએ કહ્યું- વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું, સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જઈશું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-21 13:33:06
  • Views : 244
  • Modified Date : 2021-01-21 13:33:06

    જો બાઈડન બુધવારે અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બન્યા છે, જ્યારે કમલા હેરિસે વાઈસ-પ્રેસિડેન્ટ તરીકેના શપથ લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા બાઈડન અને હેરિસને અભિનંદન પાઠવ્યાં છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, બંને દેશ કોમન ચેલેન્જ માટે સાથે મળીને કામ કરશે. વૈશ્વિક શાંતિ અને સુરક્ષાની સાથે કામ કરીને બંને દેશ પોતાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે.તેમણે બાઈડનને શુભકામના આપતાં લખ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળવા બદલ તમને અભિનંદન. તમારી સાથે કામ કરવાને લઈને ઉત્સાહિત છું. હું તમને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવું છું.તેમણે કહ્યું છે, ભારત-અમેરિકાનો સંબંધ મૂલ્યો પર આધારિત છે. અમારી પાસે એક પર્યાપ્ત અને દ્વિપક્ષીય એજન્ડા છે. હું ભારત-અમેરિકાની વચ્ચેના રાજકીય સંબંધોને મજબૂત કરવા માટે તમારી સાથે કામ કરવાની રાહ જોઈ રહ્યો છું.

    મોદીએ ઉપરાષ્ટ્રપતિ હેરિસને અભિનંદન આપતાં કહ્યું હતું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે. તમારી સાથે અમે બંને દેશોના રિલેશનને વધુ મજબૂત કરીશું. બંને દેશોનો સંબંધ વિશ્વ માટે ખૂબ જ મહત્ત્વનો છે.જોસેફ આર બાઈડન જુનિયર એટલે કે જો બાઈડન બુધવારે રાતે અમેરિકાના ઈતિહાસના સૌથી વધુ ઉંમરલાયક રાષ્ટ્રપતિ બન્યા. તેઓ 78 વર્ષના છે. કમલા દેવી હેરિસે પણ ઉપરાષ્ટ્રપતિપદના શપથ લીધા. 56 વર્ષનાં કમલા હેરિસે તેની સાથે જ ઈતિહાસ રચી દીધો છે. પ્રથમ મહિલા, અશ્વેત અને ભારતવંશી વાઈસ-પ્રેસિડેન્ટ છે.


Download Our B K News Today App



Related News