રશિયા-યુક્રેન યુદ્ધમાં અમે નિષ્પક્ષ રહ્યા છીએ, અમે આગમાં ઘી હોમતા નથીઃ ચીનના વિદેશ મંત્રી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-26 13:44:05
  • Views : 402
  • Modified Date : 2022-12-26 13:47:34

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ યુક્રેન અને રશિયા યુદ્ધ અંગે મોટું નિવેદન આપ્યું છે કે, અમે બળતામાં ઘી હોમવાનું કામ કરતા નથી, એટલું જ નહિં, તેમણે સંકેત આપ્યા હતા કે ચીન ગામી વર્ષમાં રશિયા સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.

રશિયા અને યુક્રેનના યુદ્ધને લઇને તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે યુક્રેન સંકટને લઇને સંપુર્ણપણે નિષ્પક્ષ રહ્યા છીએ. ચીન આ સિદ્ધાંત પર આગળ વધી રહ્યું છે. અમે આ યુદ્ધમાં આગમાં ઘી નાંખવાનું કામ કરી રહ્યા નથી.

ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ યુક્રેન-રશિયા યુદ્ધ અંગે પોતાના દેશની સ્થિતિનો બચાવ કર્યો હતો અને સંકેત આપ્યો હતો કે ચીન આગામી વર્,માં રશિયા સાથેના સંબંદોને વધુ ગાઢ બનાવશે.

મિડીયા રિપોર્ટ અનુસાર વાંગે ચીનની રાજધાની બેઇજિંગમાં એક સંમેલનને સંબોધિત કર્યુ હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, અમે ચીન પ્રત્યે અમેરિકાની ખોટી નિતીને દ્રઢતાપુર્વક નકારી કાઢી છે. વાંગે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચના સંબંધો બગાડવા માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે.

અમેરિકા પર ગુંડાગીરીનો આરોપ લગાવતા વાંગ યીએ કહ્યું કે, વેપાર, ટેકનોલોજી, માનવાધિકાર પર પશ્ચિમી દબાણ છે. યુક્રેને હુમલાઓની નિંદા કરી હતી અને રશિયા પર પ્રતિબંધો લાદવામાં અન્ય દેશોમાં જોડાવાનો ઇન્કાર કરતાં સંબંધો વધુ વણસ્યા છે.

વાંગ યીએ વધુમાં કહ્યું કે, ચીન રશિયા સાથે વ્યૂહાત્મક પરસ્પર વિશ્વાસ અને ફાયદાકારક સહયોગને વધુ ગાઢ બનાવશે. વાંગ યીએ કહ્યું કે, અમેરિકા ચીનને પોતાના પ્રથમ હરીફ તરીકે જુએ છે, તેથી ચીન સામે કડક પગલાં લેવા, દમનકારી નીતિઓ બનાવવી અન તેને પ્રોત્સાહન આપવું એ આનું ઉદાહરણ છે. જોકે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીનના ઉદ્યોગોને વધુ આત્મનિર્ભર બનાવવા માટે દબાણ કરી રહ્યા છે, પરંતુ વાંગે સ્વીકાર્યુ કે અમને અનુભવ થયો છે કે ચીન અને અમેરિકા સપ્લાય ચેઇનને અલગ કરી શકતા નથી.

Download Our B K News Today App



Related News