બનાસકાંઠાના અમીરગઢના નીચલાબંધ ગામના એક એવા યુવાનની વાત કરવાના છીએ જે યુવાને નાની ઉંમરમાં મોટુ નામ બનાવી લીધું છે જુઓ અમારો વિશેષ અહેવાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-16 12:08:28
  • Views : 158
  • Modified Date : 2022-03-16 12:08:28

બનાસકાંઠાના અમીરગઢના નીચલાબંધ ગામના એક એવા યુવાનની વાત કરવાના છીએ જે યુવાને નાની ઉંમરમાં મોટુ નામ બનાવી લીધું છે જુઓ અમારો વિશેષ અહેવાલ 

અમીરગઢ તાલુકો એટલે આદિવાસી પછાત વિસ્તાર ગણવામાં આવેશે. પરંતુ અહીંયા પણ લોકોને દેશ સેવા કરવાનો મોકો મળેલ છે આજે અમે તમને એક એવા યુવાનની વાત કરવાનું છીયે કે જે યુવાન પોતાની નાની ઉંમરમાં મોટુ નામ બનાવી લીધું છે પ્રજાપતિ જીતેન્દ્રકુમાર નરેશભાઈ ગામ -નીચલોબંધ, પ્રજાપતિ વાસ ,તાલુકો -અમીરગઢ ,જિલ્લો બનાસકાંઠા ,નો રહેવાસી

જેમાં બાળપણથી દેશ માટે કઈ કરી બતાવવાનો જજ્બો હતો. અને તેના પિતા હાલમાં  બીએસએફમાં ઓન પોસ્ટિંગ બાંગ્લાદેશ બોર્ડર ઉપર તૈનાત્  દેશની રક્ષા કરે છે. જોતેન્દ્ર નું પણ સપનું હતું કે પિતાની જેમ દેશની સેવા કરુ અને ભારતીય સેનામાં જોડાઉ  . તેથી  બાળપણથી મિલિટરી સ્કૂલમાં દાખલ થઈ ત્યાં કઠોળ ટ્રેનિંગ કરી બોક્સિંગ રાઈફલ શૂટિંગ રનીંગ માં સ્ટેટ અને નેશનલ રમી પ્રગતિ કરેલ. અને ત્યાર પછી  અમદાવાદ ખાતે આવેલ 9 બટાલિયન આર્મી  વિંગ એનસીસી માં જોડાઈ ને ત્યાં ત્રણ વર્ષની ટ્રેનિંગ લઇ અને ત્યાં ટ્રેનિંગમાં પ્રાપ્ત થયેલ એસ.એલ.આર. રાઈફલ  હેન્ડલિંગમાં ગોલ્ડ મેડલ, બેસ્ટ મિલિટરી કેડેટ એવોર્ડ, અને ત્રણ મેડલ રનિંગ કોમ્પિટિશનમાં પ્રાપ્ત કરેલ અને ત્યાર પછી ત્યાં જીતેન્દ્ર નું નેતૃત્વ જોઈને તેને જુનીયર અંડર ઓફિસર ની રેન્ક્ આપી ને મને સન્માનિત કર્યો. ત્યાર પછી ટ્રેનિંગ પૂરી થતાં દેશસેવા માટે ફોજીએ  પોતાનો એક મિશન ચાલુ કર્યો તેમાં અલગ અલગ ગામોમાં જઈને નિશુલ્ક નિસ્વાર્થ શારીરિક ટ્રેનિંગ આપી અને લોકોને ભારતીય સેનામાં જોડાવા એક લક્ષ્ય હતું. આગળ જિતેન્દ્રભાઈ જણાવ્યું હતું કે મારી નિશુલ્ક ટ્રેનિંગથી મે 271 જેવા છોકરાઓને નિશુલ્ક ટ્રેનિંગ આપી છે હાલ માં ગુજરાત ખાતે થયેલ પોલીસ ભરતીમાં મારી નિશુલ્ક ટ્રેનીંગ ની બેન્ચમાં 35 માંથી 31 જણાનું પોલિસ ની શારીરિક કસોટી માં પાસ થયેલ છે. વધુમાં જીતેન્દ્ર જણાવ્યું કે હુ અલગ અલગ ગામોમાં જઈને ત્યાંના છોકરાઓ અને છોકરીઓ ને પોલીસ અને ભારતીય સેનામાં જોડાઓ ની ગાઈડલાઈન આપું છું અને તેમને નિશુલ્ક ટ્રેનિંગ પણ આપું છું એક દેશ સેવા ખાતે. અને મારી નિશુલ્ક ફિઝિકલ ટ્રેનિંગ આપવા બદલ મને 2022માં દેશ્ સેવા હેતુ વીરતા પુરસ્કાર પણ મળેલ છે. મારી સફળતાના પાછળ મારા મમ્મી પપ્પા અને મારા ગ્રામવાસીઓ નું ખુબ સાત સહકાર મળ્યો છે.

 

Download Our B K News Today App



Related News