ડીસામાં જુના બસ સ્ટેન્ડ નજીક રોડના કામકાજ દરમિયાન પાણીની રેલમછેલ : ભર શિયાળે ચોમાસા જેવો માહોલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-06 12:29:35
  • Views : 272
  • Modified Date : 2021-02-06 12:29:35

    બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલ જુના બસ સ્ટેન્ડ નજીક રોડ ના કામકાજ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણીની પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણી નો વેડફાટ થયો હતો. તેમજ પાઇપલાઇન તૂટતા દુકાનદારો અને સ્થાનિક રહીશો કંટાળેલા લોકોએ આજે હંગામો મચાવતા કોન્ટ્રાક્ટર સાથે ઘર્ષણ સર્જાયું હતું..બનાસકાંઠા જિલ્લો એ રણને કાધી એ અડીને આવેલો  જિલ્લો છે.જેમાં  પાણીની મોટી વિકટ સમસ્યા સર્જાય છે.ત્યારે વાત કરવામાં આવે ડીસાના નગરપાલિકા દ્વારા ડીસામાં  વિકાસના કામો થઈ રહ્યા છે.ત્યારે ડીસા ના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ સંતોષી માતાના મંદિર ની સામે છેલ્લા અઠવાડિયા થી ભૂગર્ભ ગટર નું કામ કાજ ચાલી રહ્યું છે.જેમાં કોન્ટ્રાક્ટ દ્વારા રોડ નું ખોદ કામ કરી રહ્યા હતા.ત્યારે ગઈ કાલે પાણી ની પાઇપ લાઈન તૂટી જતા ખાડામાં પાણી નો ભરાવો થતા માટી પોલાણ  થતા દુકાનો પાયામાં માંથી ધરાસાઈ થવાની દુકાનદારોમાં ભીતિ સેવાઇ રહી છે.નગરપાલિકા માં બે દિવસ થી  રજૂઆત કરવા છતાં હજુ સુધી પાણી ની લાઈન નું રિપેરીગ નકરતા સ્થાનિક લોકોમાં રોષ જોવામાં મળ્યો હતો.તેમજ કોન્ટ્રાક્ટ ને રીપેરીંગ કામ કરવા માટે કહેતા કોન્ટ્રાક્ટર સ્થાનિક લોકોને તેમજ દુકાનદારો નું ન સાંભળતા કોન્ટ્રાક્ટર તેમજ દુકાનદાર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

     ડીસા શહેરમાં પાણીની મોટી સમસ્યા સર્જાય છે જેમાં આજે જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ સંતોષી માતાના મંદિરની સામે છેલ્લા એક અઠવાડિયાથી ભૂગર્ભ ગટર નું કામકાજ ચાલી રહ્યું છે જેમાં કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે જેસીબી દ્વારા રોડ નું ખોદકામ કરતી વખતે પાણીની પાઈપલાઈન તૂટી જતાં હજારો લીટર પાણીનો ફેરફાર થયો હતો તેમજ પાણીનો નિકાલ કરવા માટે જેસીબી દ્વારા પાણીને રોડ ઉપર ઠલવવામાં આવી રહ્યું છે તે પાણી રોડ પર રેલમછેલ થઈ રહ્યું છે  વાહનચાલકોને વાહન ચલાવામાં ભારે હાલાકી ભોગવી પડી રહી છે.તેમજ પાણી  બાજુમાં આવેલ બેકરીકુવા  વિસ્તારમાં  પાણી રેલમછેલ થતાં તે વિસ્તારના રહીશોના ઘરની આગળ પાણીનો ભરાવો થઈ રહ્યો છે.જેથી સ્થાનિક રહીશો ને પણ ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.જો. તાત્કાલિક કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી છે.

 

Download Our B K News Today App



Related News