જુનાડીસા ગામે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-11 10:31:43
  • Views : 206
  • Modified Date : 2022-04-11 10:31:43

 

 

 ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલાપક્ષીઓને પાણી મળી રહે તે માટે શ્રી પ્રેરણા ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા દ્વારાપાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યુંહતું

         બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે અને જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં વધુ પડતી ગરમી પડવાના કારણે તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે તો બીજી તરફ ઉનાળાની શરૂઆત થતા જ બનાસકાંઠા જિલ્લામાં પાણીના પોકાર ઉઠવા પામે છે. મનુષ્ય જીવન એ તો જેમ તેમ કરી પાણી મળી રહે છે. પરંતુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા થતી નથી જેના કારણે પાણી વગર પક્ષીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે  ત્યારે આજે જુના ડીસા ખાતે શ્રી પ્રેરણા ચેરીટેબલ ટ્રસ્ટ ડીસા પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા માલધારી સેલ સહસંયોજક દ્વારા આજે પશુ-પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં જુનાડીસા સહિત આજુબાજુના અનેક ગામોમાં 3000 થી પણ વધુ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં જયેશ દેસાઈ, પ્રેરણા ચેરીટેબલ ટ્રસ્ટ ના સદસ્ય મહેશભાઈ પ્રજાપતિ, ભાવિનભાઈ અનાવાડિયા, રવિભાઈ દરબાર, વિપુલભાઈ દેસાઈ, પરવીનભાઈ દેસાઈ, સંજયભાઈ મેવાડા, રક્ષિત મેવાડા, ગણપતભાઈ નાઈ, વિષ્ણુભાઈ અનાવાડીયા, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. અને પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી જુનાડીસા ગામ માં પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News