બનાસકાંઠામાં પાણીનો કકળાટ યથાવત : ભાભરના મોતીસર ગામે મહિલાઓએ ગામના ચોકમાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-11 11:40:40
  • Views : 182
  • Modified Date : 2022-06-11 11:40:40


ભાભરના કપરું પુર ગામ પચાયત ના મોતીસર ગામે પાણી માટે તંત્ર સામે ગુસ્સો પાણી નો કકળાટ વારંવાર રજુઆત છતાં તંત્ર નિદ્રા માં

 

ગામ ના ચોક માં ગામ ની મહિલાઓ માટલા ફોડી કરી પાણી ની માંગ કરી

 

ભાભરના મોતીસર ગામે મહિલાઓ માટલા ફોડી કપરુંપુર ગ્રામ પંચાયત પાણીની સમસ્યાને લઈ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે મોતીસર ગામે પાણીના કકળાટ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામા ખાલી મહિલાઓએ ઘરના માટલા ફોડી તંત્રને નિંદર માંથી જગાડવાનો પ્રયત્ન કર્યો છે

 

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા મા પાણીની સમસ્યા ઠેરઠેર જોવા મળી રહી છે ગ્રામીણ વિસ્તાર હોય નગરપાલિકાઓ હોય કે પછી સરહદી પંથક હોય ક્યાંક ખેતરોમાં ઉભા પાક સુકાવા ની સમસ્યા તો ક્યાંય પીવાના પાણીની પણ સમસ્યા સામે આવતી હોય છે જેમાં આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ભાભરના કપરું પૂર ગ્રામ પંચાયત માં આવતા મોતીસર ગામે પીવાના પાણીની સમસ્યા સામે આવી છે મોતીસર ગામની મહિલાઓએ પીવાના પાણીની સમસ્યાને લઇ કપરુપુર ગામ પંચાયતન સામે વિરોધ નોંધાવ્યો છે મોતીસર ગામની મહિલાઓએ પીવાના પાણીના કકળાટ ને લઈ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામા થી ઝગાડવા માટે મહિલાઓ એકત્ર થઈ ગામના ચોકમાં પોતાના ઘરના પીવાના પાણીના માટલા ફોડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે બનાસકાંઠા સરહદી વિસ્તારના અનેક ગામોમાં પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યા  જેમાં આજે મોતીસર ગામની મહિલાઓએ પીવાના પાણીના માટલા ફોડી તંત્ર પાસે પાણીની માંગ કરી છે

Download Our B K News Today App



Related News