રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદથી પાણીની આવક, આજી 2 ડેમના 4 દરવાજા ખોલ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-26 14:42:54
  • Views : 112
  • Modified Date : 2023-06-26 14:42:54

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્ય ભરમાં વરસાદ વરસ્યો છે. અને સત્તાવાર ચોમાસુ પ્રારંભ થઈ ગયુ છે. રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેના કારણે આજી 2 ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. રાડકોટના માધાપર ગામમાં આવેલા આજી 2 ડેમમાં પાણીની આવક વધતા ડેમના 4 દરવાજા ખોલાયા છે. ડેમના દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે.બીજી તરફ પડધરી તાલુકાના ગામોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના અપાઈ હતી. તો હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં સત્તાવાર ચોમાસુ પ્રારંભ થઈ ગયુ છે. જેના પગલે આજે વડોદરા,છોટાઉદેપુર વલસાડ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. તેમ જ હજી પણ આગામી કેટલાક દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે.

Download Our B K News Today App



Related News