બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણી સમસ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-08 11:27:27
  • Views : 222
  • Modified Date : 2022-06-08 11:27:27

 

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે. વાવના લોદ્રાણી, રાધાનેસડા અને રાછેણા  સહિતના અનેક ગામોમાં આજે પણ લોકોએ પાણીના ટેન્કર માટે કલાકો સુધી રાહ જોઇને બેસી રહેવું પડે છે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચી હોવા છતાં પણ આજે પણ આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યા હલ થઇ શકી નથી.

 

     બનાસકાંઠા જિલ્લો એ રણની કાંધી ને અડીને આવેલો જિલ્લો છે જેના કારણે દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થાય છે ચાલુ વર્ષે પણ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીના બુંદ બુંદ માટે લોકો દૂર દૂર સુધી રાહ જોઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આ વખતે પાણીની વિકટ સમસ્યા સર્જાતા લોકોએ એક ગામથી બીજા ગામ સુધી પાણી ભરવા માટે જવું પડે છે તો આ તરફ પંચાયત દ્વારા ગામદીઠ પીવાના પાણી માટે એક અઠવાડિયામાં એક ટેન્કર ની વ્યવસ્થા કરવામાં આવે છે જેના કારણે ટેન્કર આવતાની સાથે જ સ્થાનિક લોકોની પડાપડી થાય છે તો બીજી તરફ હવે શહેરી વિસ્તાર છોડી જિલ્લામાં નહીંવત વરસાદ ના કારણે અન્ય તાલુકાઓમાં પણ આ વર્ષે પાણીની વિકટ સમસ્યાઓ સર્જાઇ રહી છે મોટાભાગે બનાસકાંઠા જિલ્લો નર્મદા નહેર આધારિત જિલ્લો છે પરંતુ છેવાડાના વિસ્તારોમાં નર્મદાનું પાણી ન પહોંચતા સ્થાનિક લોકો પાણી વગર ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ વર્ષે પણ દર વર્ષની જેમ સ્થાનિક લોકો પીવાના પાણી માટે તળવળી રહ્યા છે.

 

- વાવ તાલુકાના લોદ્રાણી, રાધાનેસડા અને રાછેણા ગામમાં પાણીની વિકટ સમસ્યા

 

રણની કાંધીએ અડીને આવેલો બનાસકાંઠા જિલ્લાના લોકો પાણીની સમસ્યા થી પીડાઈ રહ્યા છે ખાસ કરીને સરહદી વિસ્તારમાં પાણી માટે લોકો રીતસર વલખા મારતા નજરે પડે છે. વાવ તાલુકાના લોદ્રાણી અને રાધાનેસડા અને રાછેણા સહિત અનેક ગામોની સ્થિતિ આજે પણ જૈસે થે  જેવી છે સરકારે કરોડો રૂપિયાની ગ્રાંટ ખર્ચી હોવા છતાં પણ આજેય આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યા નું સમાધાન થઇ શક્યો નથી. પાણી પહોંચાડવા માટે સરકારે અહીં ટેન્કરની સુવિધા કરી તો છે પરંતુ ટેન્કર પણ સમયસર ન આવતા લોકોએ કલાકો સુધી પાણી માટે રાહ જોઇને બેસી રહેવું પડે છે. અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે તેવા સમયે લોકો ખુલ્લા આકાશ નીચે પાણી માટે તપતા નજરે પડી રહ્યા છે . રાધા નેસડા ગામ માં વસ્તી સંખ્યા ત્રણ હજાર જેટલી છે અને અઠવાડિયામાં માત્ર એક જ ટેન્કર પીવાનું પાણી આવે છે જેથી લોકો ને પૂરતું પીવા માટે પાણી ન મળતા હવે લોકોએ હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાય છે.

 

- પાણી વગર પશુઓની હાલત કફોડી બની

 

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં એક તરફ લોકો પાણી વગર તરફ વળી રહ્યા છે તો બીજી તરફ મોટા ભાગના હવાડા પણ અહીં ખાલીખમ છે જેથી પશુઓ પણ પાણી વિના ટળવળી રહ્યા છે, પાણી ન મળતા આ વિસ્તારમાં અનેક પશુઓના પણ પાણીના મોત થયા હોવાની ઘટનાઓ બની રહી છે ત્યારે હવે લોકો ન્હાવા ધોવા તો ઠીક પણ પીવાનું પાણી પૂરતું અને સમયસર આપવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News