બનાસકાંઠા જિલ્લામાં દિયોદરમાં મુશળધાર વરસાદથી પાણી જ પાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-09 12:25:34
  • Views : 331
  • Modified Date : 2022-07-09 12:25:34


બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે સારી એવી એન્ટ્રી કરી છે જિલ્લામાં અત્યાર સુધી મોટાભાગના તમામ તાલુકાઓમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહે છે ત્યારે દિયોદરમાં પડેલા અત્યાર સુધીના દસથી પણ વધુ વરસાદના કારણે ચારે બાજુ પાણી જ પાણી થઈ જવા પામ્યું હતું.


    બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતના પગલે છે સાર્વત્રિક વરસાદ પડ્યો છે જેના કારણે હાલમાં વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે મોટાભાગના તમામ તાલુકાઓમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત થતા ની સાથે જ સારા વરસાદથી હાલ ખેડૂતોએ વાવણીની પણ શરૂઆત કરી દીધી છે ત્યારે જિલ્લામાં અત્યારે સૌથી વધુ વરસાદ દિયોદર તાલુકામાં પડ્યો છે જેના કારણે ચારે બાજુ વરસાદી પાણી ભરાયા છે અત્યાર સુધી દિયોદરમાં 10 ઇંચ સુધી પણ વધુ વરસાદ ખાબક્યો છે જેના કારણે મોટાભાગના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા ની સાથે જ લોકોએ અવર-જવર કરવી પણ મુશ્કેલી બની હતી 10 ઇંચ જેટલા વરસાદથી દિયોદરમાં મોટાભાગના તમામ નાળાઓ વરસાદથી ભરાઈ ગયા હતા.જેના કારણે નદી જેવા દ્રશ્યો શહેરી વિસ્તારમાં જોવા મળ્યા હતા આ તરફ આ વર્ષે છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે દિયોદર શહેરી વિસ્તારના લોકોએ ગરમીમાંથી પણ રાહત મેળવી હતી.


    બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સોની ગામમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી હતી. છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદના પગલે દિયોદરમાં મોટાભાગના તમામ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન વેચવાનો વારો આવ્યો છે ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે પણ ખેડૂતોને મોટું નુકસાન વેચવાનો વારો આવ્યો હતો. પરંતુ આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ દિયોદર તાલુકામાં ખાતે લાભ ભારે વરસાદથી ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અનેક જગ્યાઓએ નાળાઓ પણ ભારે વરસાદી પાણીના કારણે તૂટી જવા પામ્યા હતા ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં શરૂઆતથી જ વરસાદે સારી એવી એન્ટ્રી કરતા જિલ્લા વાસીઓમાં ખુશી જોવા મળી રહી છે.


 


Download Our B K News Today App



Related News