ડીસાના સાંઈબાબા મંદિર નજીક પાણી ની પરબ શરૂ કરાઇ ..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-04 10:53:54
  • Views : 236
  • Modified Date : 2022-05-04 10:53:54

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ ગરમી પોતાનું અસલી સ્વરૂપ બતાવી રહી છે અને સવારથી કાળઝાળ ગરમીના કારણે રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો તરફ હાલમાં લગ્નની સિઝન શરૂ થઈ છે જેના કારણે ડીસા શહેર વેપારી મથક ઘણા તો હોવાના કારણે રોજ બજારમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ત્યારે આવી ગરમીમાં રાહદારીઓને સૌથી વધુ પાણીની જરૂરિયાત હોય છે ત્યારે ડીસા શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા હાલમાં ઠેરઠેર પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવી છે જેના કારણે ડીસા શહેરમાં ૪૨ ડિગ્રી ગરમી પછી લોકોને પાણી મળી રહે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય વેપારી મથક ડીસા શહેર મા આવેલ સાંઈબાબા મંદિર આગળ રાહદારીઓ અને વટે માર્ગુઓ માટે ઠંડાં પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી જેમાં ડીસા નગરપાલિકાના પ્રમુખે રાજેશ ઠક્કરે લોકાર્પણ કરીને પરબ ખુલ્લી મુકવામાં આવી હતી જ્યારે ડીસામાં પડી રહેલી કાળ ઝાર ગરમીમાં રાહદારીઓ અને વેતેમાર્ગુઓમાં આશીર્વાદ રૂપ પરબ થશે તેવું જણાવ્યું હતું... ડીસાના સાઈબાબા મંદિર ખાતે રોજે રોજ હજારોની સંખ્યામાં રાહદારીઓ પસાર થતા હોય છે ત્યારે આવા સમયે રાધા રે સમયસર પાણી મળી રહે તે માટે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજેશ ભાઈ ઠક્કર દ્વારા પણ પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News