બનાસ ડેરી અને જન ભાગીદારીથી જળસંચય અભિયાન શરૂ : જિલ્લામાં 100 જેટલા તળાવ ઊંડા કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-26 11:56:30
  • Views : 337
  • Modified Date : 2022-05-26 11:56:30

 

દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે આજે બનાસડેરી દ્વારા તળાવ ઊંડું કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

 

બનાસકાંઠા મા બનાસ ડેરી અને જન ભાગીદારીથી જળસંચય અભિયાન શરૂ થયું છે દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે આજે બનાસડેરી દ્વારા તળાવ ઊંડું કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જિલ્લામાં 100 જેટલા તળાવ બનાસ ડેરી લોકભાગીદારીથી ઊંડા કરશે અને વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવા પ્રયત્નો કરશે

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના સાણાદર ખાતે 75 તળાવ જળ સંચય અભિયાન માટે આહ્વાન કર્યું હતું જોકે બનાસ ડેરી એ બનાસકાંઠામાં સો જેટલા તળાવ ઊંડા કરવાનું અભિયાન હાથ ધર્યું છે ત્યારે સિંચાઈ અને પીવાના પાણીની પણ સમસ્યા છે જોકે આ તમામ સમસ્યાઓના નિરાકરણ ને લઈને બનાસડેરી દ્વારા જળ સંચય અભિયાન શરૂ કર્યું છે અને તેની શરૂઆત આજે દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે આજે આ જળ સંચય અભિયાન ખુલ્લું મુકાયું હતું દાંતીવાડા તાલુકામાં સિંચાઈના પાણીની સમસ્યા છે પાણીના તળ નીચા ગયા છે ત્યારે જળાશયોમાં પાણી ન હોવાને કારણે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા છે જોકે દાંતીવાડાતાલુકાના જળસંચય અભિયાન થકી તળાવ ઉંડુ કરવાની પ્રક્રિયા હાથ ધરાતા ખેડૂતોને પણ આશા છે કે આ વર્ષે વરસાદ સારો આવશે અને આ તળાવ ભરાશે જેનાથી ખેડુતોને સિંચાઈ અને પીવાના પાણીની તકલીફ નહિ પડે

Download Our B K News Today App



Related News