પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-02 16:17:11
  • Views : 93
  • Modified Date : 2023-08-02 16:17:11

ચોમાસુ આવતાં જ રસ્તાઓ, પાણીની સાથે રોગચાળો પણ લોકોને પરેશાન કરી રહ્યો છે. ગુજરાતના અનેક મોટા શહેરોમાં પણ લોકો મચ્છર અને પાણીજન્ય રોગચાળાથી હેરાન થઈ રહ્યા છે. ત્યારે તાવમાં સપડાયેલા સુરતના મગદલ્લાના યુવકનું મોત નિપજ્યું છે. તો તેવી જ રીતે બે ત્રણ દિવસથી તાવ આવ્યા બાદ પાલની એક શ્રમજીવી મહિલાનું પણ મોત નિપજ્યું છે.તો બીજી તરફ સુરતમાં પણ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપા એકશનમાં દેખાઈ રહી છે. વિવિધ વિસ્તારોમાંથી મચ્છરોના બ્રિડિંગ મળતા 28 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. દંડનીય કાર્યવાહી છતા લોકોમાં જાગૃતિનો સદંતર અભાવ જોવા મળ્યો. આ જોતાં પાલિકા આગામી સમયમાં બ્રિડિંગ મળવાના કિસ્સામાં બમણો ચાર્જ વસૂલવા તૈયાર છે.

Download Our B K News Today App



Related News