બનાસકાંઠામાં પાણી મુદ્દે થરાદના 97 ગામના ખેડૂતોનું જળ આંદોલન, હજારોની સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-30 16:19:38
  • Views : 179
  • Modified Date : 2022-05-30 16:19:38


બનાસકાંઠામાં પાણી મુદ્દે થરાદના 97 ગામના ખેડૂતોનું જળ આંદોલન, હજારોની સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા


બનાસકાંઠામાં પાણી મુદ્દે થરાદના 97 ગામના ખેડૂતોએ ભવ્ય બાઈક રેલી યોજી. ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અને ખેડૂતો બાઈક રેલીમાં જોડાયા. લવાણાથી બાઈક રેલી થરાદ પ્રાંત કચેરી સુધી પહોંચી હતી. પાણી મુદ્દે થરાદ પ્રાંતને ખેડૂતો દ્વારા રજૂઆત કરાઇ. બનાસકાંઠામાં પાણીને લઈ ખેડૂતો દ્વારા વિશાળ જળ આંદોલન કરવામાં આવ્યું.  સાથે 97 ગામોને નર્મદાના કમાન્ડ એરિયામાં જોડવાની પણ માંગ કરી હતી. સાથે સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી છોડવાની ખેડૂતોએ રજૂઆત કરી હતી.


97 ગામોમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાને લઈ લોકો હેરાન પરેશાન


પાણીની સતત અછતના કારણે પરેશાન ખેડૂતોએ જળ આંદોલનને વેગવાન બનાવ્યું. બનાસકાંઠામાં એકવાર ફરી ખેડૂતોએ પોતાના ખેતરનું કામ છોડીને રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો છે. સિંચાઈ માટે પાણીની માંગ કરવા ખૂબ વિશાળ સંખ્યામાં ખેડૂતો એકઠા થયા થરાદના 97 ગામોમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. સિંચાઈ વિભાગને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પગલા લેવાતા ખેડૂતોએ જળ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.


20 હજારથી વધુ ખેડૂતો પાણીની સમસ્યાને લઇને રેલી યોજીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા


અગાઉ 26 મેના રોજ બનાસકાંઠાના પાલનપુરમાં 20 હજારથી વધુ ખેડૂતો પાણીની સમસ્યાને લઇને રેલી યોજીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. વડગામના કરમાવદ ગામનું તળાવ ભરવાની માંગ સાથે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો જળ આંદોલનમાં જોડાયા હતા. ખેડૂત આગેવાનોએ કરમાવદ ગામનું તળાવ અને મોકેશ્વર ડેમ ભરી આપવાની માંગ કલેક્ટરને કરી હતી. ખેડૂતોએ કહ્યું હતું કે, સરકાર ગંગામાંથી પાણી આપે કે નર્મદામાંથી પરંતુ ખેડૂતોના હિતમાં ડેમ ભરી આપે.


 


સુરેન્દ્રનગરમાં પણ ખેડૂતો દ્વારા ચક્કાજામ કરીને વિરોધ કરાયો


બીજી બાજુ સુરેન્દ્રનગરમાં પણ ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. વિરમગામ-માળીયા હાઈવે રોડ પર ચક્કાજામ કરીને ખેડૂતોએ વિરોધ કર્યો હતો. દસાડાના MLA ખેડૂતો સાથે મળી વિરોધ કર્યો હતો. જો કે, નૌશાદ સોલંકીની પોલીસે અટકાયત કરી હતી તમને જણાવી દઇએ કે, ખેડૂતોએ સિંચાઇનું પાણી કેનાલમાં છોડવા મામલે વિરોધ કર્યો હતો.


 


 


Download Our B K News Today App



Related News