ગુજરાતના રાજકારણમાં ગરમાવો! પૂર્વ કોંગ્રેસી નેતાની PM મોદી સાથે મુલાકાત, કેસરિયા કરવાનું કર્યું એલાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-02 12:50:33
  • Views : 370
  • Modified Date : 2022-04-02 12:50:33

ગુજરાતના રાજકારણમાં ગરમાવો! પૂર્વ કોંગ્રેસી નેતાની PM મોદી સાથે મુલાકાત, કેસરિયા કરવાનું કર્યું એલાન

 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર નથી થઇ પરંતુ તૈયારીઓ તો જોરશોરથી શરુ કરી દેવામાં આવી છે. ભાજપ આ વખતે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર જીત નોંધાવા માટે કમર કસી છે.  ત્યારે  કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કેસરિયા કરશે તેવુ સામે આવ્યુ છે. મહત્વનું છે કે પીએમ મોદી દ્વારા ચૂંટણીને લઇને  નબળી અને ઓછા માર્જિનથી જીતેલી બેઠકના કારણો શોધવા સૂચન કરવામાં આવ્યું હતું....ઓછા માર્જિનવાળી બેઠકો પર કામ કરવા માટે  100-100 બુથ તારવી માઇક્રોપ્લાનિંગનું સૂચન કરાયું હતું.

બનાસકાંઠાના વડગામના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી તે તસવીર પણ સામે આવી છે.  જો કે સત્તાવાર હજી તેઓ ભાજપમાં જોડાયા નથી પરંતુ તે અગાઉ તેઓ પીએમ મોદીને મળ્યા. મહત્વનું છે કે મણિલાલ વાઘેલા છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓએ નવેમ્બર 2021માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું. 

કેમ કોંગ્રેસમાંથી આપ્યુ હતું રાજીનામુ ?

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસ પાર્ટીએ તેને આડકતરું સમર્થન આપીને પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો. જેથી  પૂર્વ ધારાસભ્યએ આ બેઠકને લઈને નારાજગી દર્શાવતા તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓએ જણાવ્યુ હતુ કે  કોંગ્રેસ પાસે અનેક દલિક કાર્યકર્તાઓ છે તો અપક્ષનો ટેકો શા માટે લેવો જોઇએ, તેમજ  કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જાતિવાદી ભાષણો કરતા પક્ષમાં મારે રહેવું નથી, અમે કોંગ્રેસ પક્ષને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરતું કોંગ્રેસને અમારા જેવા કાર્યકર્તાઓની જરૂર નથી.. 

પૂર્વ MLA મણીલાલ વાઘેલાની રાજકીય સફર

મણિલાલ વાઘેલા છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તાલુકાથી લઇ જિલ્લા સુધી અનેક હોદ્દાઓ પર તેમણે સેવા આપી ચૂક્યા છે.  તેમજ 2012માં ભાજપના કેબિનેટ મંત્રીને હરાવી વડગામ બેઠક પરથી તેઓ વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા. એટલું જ નહીં 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મણિલાલ વાઘેલાએ વડગામ વિધાનસભા  બેઠક પર જીત મેળવી હતી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમજ સીટીંગ MLA ફકીરભાઈ વાઘેલાને હરાવ્યાં હતાં .

જિગ્નેશ મેવાણી માટે કપરા ચઢાણ

2017માં વડગામના MLA તરીકે મણિભાઈ વાઘેલા કોગ્રેસના ઉમેદવાર તરીકે નક્કી હતા પરંતુ  જીગ્નેશ મેવાણી અપક્ષમાં ચૂંટણી લડતા દાવેદારી પરત ખેંચવી પડી હતી . ત્યારે હવે જો  મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાય તો જીગ્નેશ મેવાણીને જીતવા માટે કપરા ચઢાણ થઇ શકે છે. 

 

Download Our B K News Today App



Related News