ડીસાના પ્રશિક્ષણાર્થીઓ ભણ્યા આપત્તિ વ્યવસ્થાપનના પાઠ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-07 11:54:12
  • Views : 459
  • Modified Date : 2019-07-07 11:54:12

કુદરતી આપત્તિ  વખતે શિક્ષક તરીકે શું કામગીરી કરવી તેની તાલીમ ડીસાની શ્રી નવજીવન બી.એડ્‌. કોલેજના પ્રશિક્ષણાર્થીઓને આપવામાં આવી હતી.
ભૂકંપ,આગ કે આકાસ્મિક ઘટના બને ત્યારે કેવી રીતે બચાવ કામગીરી કરી શકાય તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા શ્રી નવજીવન બી.એડ્‌. કોલેજ, ડીસા ખાતે આપત્તિ વ્યવસ્થાપન તાલીમનું આયોજન કરવામાં અવ્યું હતું. જેમાં ગાંધીનગરથી ઈન્ટરનેશનલ રેસ્ક્યુ ટ્રેનર ત્રિલોકકુમાર ઠાકર પધારી પ્રશિક્ષણાર્થીઓ અને અધ્યાપકોને ભૂકંપ, પુર આગ તેમજ અન્ય આપત્તિઓ વખતે બચાવ કામગીરી કેવી રીતે કરવી તે વિશે પ્રેક્ટીકલ દ્વારા સમજ પુરી પાડી હતી. કૃત્રિમ શ્વાસોશ્વાસ કેવી રીતે આપી શકાય તેની
પણ સમજ પૂરી પાડી હતી. સાથે સાથે મનોવૈજ્ઞાનિક સારવાર કેવી રીતે આપી શકાય તેનો ડેમો આપ્યો હતો.
આ પ્રસંગે ત્રિલોકકુમાર ઠાકરે જણાવ્યું કે, સુરતની ઘટના બની તે વખતે જો વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવાસ્થાપનની સમજ હોત તો ઘણાં વિદ્યાર્થીઓનો જીવ બચી શક્યો હોત. હાલમાં બનાસકાંઠા  જિલ્લામાં શિક્ષકો અને પ્રશિક્ષણાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. કોલેજના આચાર્ય ડા. ટીનાબેન સોનીએ જણાવ્યું કે, આપત્તિ સમયે શિક્ષક તરીકે કેવી રીતે સજાગ રહેવું તેની સંપૂર્ણ માહિતી તાલીમ દરમિયાન આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. અમિતકુમાર સોલંકી અને આભારવિધિ પ્રો.પ્રફૂલભાઈ
પટેલે કરી હતી. આ પ્રસંગે કોલેજના પ્રો. નિરવભાઈ પ્રરમાર,પ્રો. જયેશભાઈ ઠકકર, મહેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News