ડીસા પંથકમાં સક્કરટેટીને વ્યાપક નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-05 10:59:14
  • Views : 788
  • Modified Date : 2020-04-05 10:59:14

ડીસા પંથકમાં ઉનાળુ સિઝનમાં સક્કરટેટીનું વાવેતર વધુ થાય છે ત્યારે આ વખતે અનેક વિસ્તારોમાં સુકારાનો રોગ આવતા મોટું નુકસાન થયું છે. છતાં આ ખેડૂતો સરકાર પાસે કોઈજ સહાયની આશા રાખી નથી અને આવા કપરા સમયે સહાય લેવા માંગતા પણ નથી.
બનાસકાંઠામાં ખાસ કરીને ઉનાળામાં ખેડૂતો સક્કરટેટીના પાક તરફ વધુ વળ્યા છે. બનાસકાંઠાની સક્કરટેટી ખાસ કરીને કાશ્મીર અને જમ્મુમાં વખણાય છે. જેથી દર વર્ષે સારા ભાવ પણ મળે છે. ત્યારે ચાલુ સાલે ડીસા આસપાસ કાંટ, ભાખર અને ભોંયણ ગામના કેટલાક ખેતરોમાં સક્કરટેટીના પાકમાં સુકારો આવી જતા અંદાજીત ૪૦૦ વિઘા જેટલી જમીનમાં પાક નિષ્ફળ ગયો છે. સક્કરટેટીમાં પાક તૈયાર થયો તેવાજ સમયે સુકારો આવી જતા પાકને ખેડવાના દિવસો આવ્યા છે અને જેના કારણે એક કરોડ
ઉપરાંત નુકસાન થયુ છે.  ત્યારે આ વિસ્તારના અનેક ખેડૂતો એવા છે કે તેઓ સરકાર પાસે કોઈજ સહાયની આશા રાખી નથી કે સહાય લેવા પણ તૈયાર નથી. હરિજી મકવાણા નામના ખેડૂતે જણાવ્યું છે કે અમારે મોટું નુકસાન થયું છે પણ સરકાર હાલ કોરોના સામે લડી રહી છે ત્યારે અમારે કોઈજ સહાય જોઈતી નથી. તો કાંટ ગામના સરપંચ જ્યંતિભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં એક કરોડ જેટલું નુકસાન છે પણ સરકાર હાલ કટોકટીમાં છે અને કોરોના સામે લડી રહી છે ગરીબોને
 વ્યાપક સહાય કરી રહી છે ત્યારે અમારે કોઈજ સહાય જોઈતી નથી અને અમે સરકાર સાથે છીએ.

Download Our B K News Today App



Related News