માણસાના ચાર ગામોમાં જઈ ડીડીઓએ ક્વોરોન્ટાઈન વ્યક્તિઓની ખબર પુછી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-15 11:29:46
  • Views : 506
  • Modified Date : 2020-05-15 11:29:46

ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે માણસા તાલુકાના પુન્ધરા ગામની મુલાકાત લઈ  હોમ ક્વોરોન્ટાઈન થયેલા વ્યક્તિઓ સાથે પણ વાતચીત કરી હતી. તેમજ સુપ્રસિધ્ધ મુહડી કોટીયાડ મંદિર, ઘર્મશાળામાં તાલુકા ક્વોરોન્ટાઈન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ સાથે બદપુરા ગામમાં પ્રાથમિક શાળામાં ઉભા કરવામાં આવેલા ક્વોરોન્ટાઈન સેન્ટરની પણ તેમણે મુલાકાત લીધી હતી.
માણસા તાલુકાના
અમરાપુર ગામના એક વ્યક્તિનો બે દિવસ પહેલા કોરોના પોઝીટીવ કેસ આવતા જિલ્લા વિકાસ અધિકારીએ ગામની મુલાકાત લીધી હતી. ગામમાં હોમ ક્વોરોન્ટાઈન વિસ્તારની મુલાકાત કરી
સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તલાટી સાથે વિગતવાર ચર્ચા કરી હતી. હોમ ક્વોરોન્ટાઈન લોકોની મુલાકાત લીધી હતી. ગામના સરપંચ અને તલાટી અને લોકડાઉનની પરિસ્થિતિ, માસ્કની અમલવારી થાય છે કે નહિ, હોમ ક્વોરોન્ટાઈન અને ફેસિલીટી ક્વોરોન્ટાઈન લોકોના ઘરોની મુલાકાત લઇ સર્વે થાય છે કે કેમ, ગામમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ થાય છે કે કેમ, બહારથી અવરજવર કરતા ઇસમોનું મુમેન્ટ રજિસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય છે કે કેમ, તેવી તમામ બાબતોની ખાતરી કરી આ તમામ બાબતોનું સખ્ત પાલન થાય તે માટે તમામને સૂચના
આપવામાં આવી હતી.
માણસા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને લોદરા ગામના સરપંચ
કલ્પેશભાઇ પટેલ સાથે આકસ્મિક રસ્તામાં મુલાકાત થતા ગામની તથા તાલુકાના ગામોની કોરોના મહામારી તથા અન્ય પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.


Download Our B K News Today App



Related News