ધાનેરામાં વ્યાજખોરોનો વધી રહેલો ત્રાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-29 11:01:15
  • Views : 482
  • Modified Date : 2019-09-29 11:01:15

ધાનેરા તાલુકામાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર
ધીરધારનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે અને તેમાં પણ પઠાણી વ્યાજ લેતા હોવાથી ધાનેરામાં અગાઉ બે લોકોએ આત્મહત્યા પણ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા આવા લોકો સામે ક્યારેય પગલાં લેવામાં આવતા નથી અને ઉપરથી જે ફરિયાદ કરવા જાય તેવા લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે. પરંતુ આવા કિસ્સામાં ફરી એક ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા  આવા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવે છે કે પછી કેસ દબાવી દેવામાં આવે છે તે હવે જોવાનું છે.
ધાનેરામાં વ્યાજખોરોનો ધંધો ફાલ્યો ફુલ્યો છે. અને આવા લોકો ૨૦ થી ૨૫ ટકા સુધીના વ્યાજ વસુલ કરી રહ્યા છે. ધાનેરામાં નાના મોટો વેપાર કરતા વેપારીઓ કે લારીવાળાઓ મંદી હોવાના કારણે પોતાનો ધંધો ટકાવી રાખવા માટે વ્યાજે રૂપિયા લેતા હોય છે. જેમાં પહેલેથી વ્યાજ ૧૦ ટકા લેખે કાપી દેવામાં  આવે છે અને તે વ્યાજે
રૂપિયા લેનાર એકાદ દિવસ પણ લેટ થાય તો તેના ઉપર ૫૦%
 પેનલ્ટી વસુલ કરવામાં આવતી હોય છે. તેવા વ્યાજમાં ધાનેરામાં કેટલાય યુવાનો આ વ્યાજખોરોનો શિકાર બન્યા છે. તેમાં બે કિસ્સાઓમાં તો આત્મહત્યાના કિસ્સાઓ બનવા પામ્યા છે.
પરંતુ હાલ વાત કરવામાં આવે તો તે ધાનેરા વહોરવાસમાં રહેતા મહંમદભાઇ અકબરઅલી દેઢાવાલા
ઉ.વર્ષ-૭૦ એ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાના ઘરે પોતાની પÂત્ન અને તેમની બહેન સાથે હતા. ત્યારે વહોરવાસમાં રહેતા અબ્બાસ અહેમદઅલી થાનાવાલા તથા મુસ્તુફા અબ્બાસભાઇ વારસદવાલા હાથમાં લાકડી લઇને આવેલ અને કહેવા લાગેલ કે તમે જે ડીસા કોર્ટમાં જે કેસ કર્યો છે તે પાછો ખેંચી નાંખો નહી તો તમને તમારા ઘરામાં રહેવા નહી દઇએ અને ઘરની બહાર કાઢી મુકીશુ. ત્યારે મહંમદભાઇએ જણાવેલ કે અમોએ તમારી પાસેથી લીધેલા રૂપિયા ડબલ વ્યાજ સહિત પાછા આપેલ છે અને તેમ છતાં તમે અમોને કેમ હેરાન કરો છો. ત્યારે તે આવેલ ઇસમોએ ભુંડી ગાળો બોલી મારવા લાગેલ. જેથી બુમાબુમ કરતાં અન્ય લોકો આવી ગયેલા. ત્યાંથી જતા જતા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપેલ. જેથી આ બન્ને ઇસમો સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.  આ અંગે મહંમદભાઇના દિકરાના પÂત્ન ફાતીમાબેન સોયબભાઇએ જણાવેલ કે આ ઇસમો પાસેથી અમોએ ચાર લાખ રૂપિયા અમારે ખાસ જરુર હોવાથી વ્યાજે લીધા હતા અને તેના બદલામાં અમાંએ અમારુ મકાન ગીરવે લખીને આપ્યુ હતુ. પરંતુ અમોએ ચાર લાખના ૧૮ લાખ જેટલા રૂપિયા ચુકવવા છતાં અમારી પાસે હજુ રૂપિયાની ઉઘરાણી કરે છે અને મકાનના કાગળો ન આપતા હોવાથી અમોએ ડીસા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેથી અમોને તથા અમારા પરિવારને મારવાની ધમકીઓ આપવામાં આવે છે અને અમારુ મકાન પડાવી લેવાની વાતો ચાલે છે અને તેમાં પોલીસ પણ આ લોકો સાથે છે. જેથી પોલીસ દ્વારા પણ અમોને આડકતરી રીતે ધમકાવવામાં આવે છે. જે અમોએ તેમને રુપિયા પરત કરેલ તેના તેમની  સહી સાથેની ડાયરી પણ છે.

Download Our B K News Today App



Related News